તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
ગાંધીનગર પોલીસની ‘જીવન આસ્થા' હેલ્પલાઇનનું ૧૧ર સાથે જોડાણ થશેઃ હર્ષ સંધવી
હેલ્પલાઇન ‘‘જીવન આસ્થા'' એ ૧૦ વર્ષમાં દોઢ લાખથી વધુ નાગરિકોનું કાઉન્સેલિંગ કર્યુ

ગાંધીનગરઃ પોલીસ દ્વારા આપઘાતના બનાવો અટકાવવા માટે શરૂ કરવામાં આવેલ ‘‘જીવન આસ્થા'' હેલ્પલાઇનના દસ વર્ષ પૂર્ણ થયા હતા. આ સમય દરમ્યાન દોઢ લાખથી વધુ નાગરિકોનું કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું. જેના પગલે રાજય સરકાર દ્વારા વધુ પાંચ કરોડ રૂપિયા આ હેલ્પલાઇનને ફાળવવામાં આવ્યા હતા.
ગાંધીનગર ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ અભિયાનને બિરદાવ્યું હતું. હેલ્પલાઇનના કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓનું આ પ્રસંગે સન્માન કર્યુ હતું.
હેલ્પ લાઇનમાં અવિતરણ સેવા આપતા મનોચિકિત્સકોની સેવાને સરાહતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમા઼ લાખો નિરાશામાં વ્યકિતગત જીવનમાં સ્ટ્રેસ ઉત્પન્ન થતું હોય છે. આવા સમયે નબળી ઘડીમાં વ્યકિત પોતાનું જીવન સંકેલી લેવા મન બનાવીને બેસે છે. એ સમયે જો એને નિષ્ણાંત મનોચિકિત્સકનો સંપર્ક કરે અને આપઘાત કરવાના વિચારને મૂળમાંથી કાઢીને નવું જીવન જીવવા ની હામ ભરે તો જરૂર અમૂલ્ય જીવન બચી શકે. જીવન આસ્થા ટીમ આવી વ્યકિતઓને આપઘાત કરતા રોકતી જ નથી પણ એને પોતાનું જીવન કેટલું મૂલ્યવાન છે એની પ્રતિતિ કરાવીને ફરી સકારાત્મક જીવન જીવવા પ્રેરે છે. મેન્ટર અને કો-ઓડિનેટર પ્રવિણભાઇ વાલેરાએ જણાવ્યું હતું કે જીવન આસ્થામાં રોજબરોજ સેકડો ફોન આવે છે. ગુજરાત સરકારની આ હેલ્પ લાઇન ઉપર ભારતભરમાંથી લોકો ફોન કરીને પોતાની પરિસ્થિતિ ખુલ્લા મને મનોચિકિત્સકોને જણાવે છે. સમયસર કાઉન્સીલીંગ દ્વારા આવા લોકો નકારાત્મક વિચારોથી પાછા વળી જાય છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે જીવન આસ્થા હેલ્પલાઇન માટે પોલીસ તંત્રનું અદ્યતન નેટવર્ક હંમેશા સક્રિય રહે છે.
આ પ્રસંગે ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્ર યાદવ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયા હતા. (તસ્વીરઃ કેતન ખત્રી,અમદાવાદ)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
