તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
પાટણના સાંતલપુર પાસે પરિવાર ઉપર હુમલો કરનાર ટોલબુથના કર્મચારીઓ સામે ગુન્હો
ઉશ્કેરાયેલા કર્મચારીઓએ મહિલાઓ સાથે ગેરવર્તન કરીને પરિવાર ઉપર હુમલો કર્યો'તો

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૨: બનાસકાંઠા જિલ્લાના ખારેડા ગામના વતની દિલીપભાઈ દામોદર સાધુ પોતાની જીજે-૧૨-એફ.એ.૯૦૭૦ વેગેનાર ગાડી લઈ પરીવારજનો સાથે ખારેડાથી અંજાર જવા ભારતમાલા રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા ત્યારે સાંતલપુર નજીક બકુત્રા ટોલબુથ પર તેમની ગાડી રોકી ટોલટેક્ષ ભરવા ફરજ પરના કર્મીઓએ આગ્રહ કર્યો હતો. આ સમયે દિલીપભાઈએ રોડ અત્યંત બિસ્માર છે છતાં ટોલ ભરવાનો...! તેમ કહેતા ફરજ પરના કર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં લાકડી-ધોકા જેવા હથિયારો સાથે ઘસી આવી દાદાગીરી કરી માર મારવા લાગ્યા હતા. આ સમયે દિલીપભાઈના ભાઈ સાગરે મોબાઈલમાં વિડીયો રેકોડીંગ કરતા તેઓને પણ માર મારવા લાગ્યા હતા. જે જોઈ ગાડીમાં બેઠેલી મહિલાઓ છોડાવવા વચ્ચે પડતા તેઓની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જયારે દિલીપભાઈના પિતા દામોદરભાઈ ઉપર જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦ ટાંકા આવ્યા હતા.
કર્મચારીઓના હુમલાનો ભોગ બનેલા પરીવારને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે દિલીપભાઈ દામોદરદાસ સાધુ (રહે. ખારેડા, જિ.બનાસકાંઠા)એ ટોલ બુથના કર્મચારીઓ હરેશભાઈ બાબુભાઈ આહિર, લાલાભાઈ પંચાણભાઈ આહીર (રહે. બંને પાટણકા, તા.સાંતલપુર) કમાભાઈ જીવણભાઈ આહીર (રહે.બાબરા, તા.સાંતલપુર)સહિત પાંચથી છ અજાણ્યા શખ્સો વિરુધ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.(૨.૨૬)
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
