<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

શામળાજી પોલીસે ૬૩.૪૦ લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધો

ટ્રકમાં ઇલેકટ્રીક સામાન સાથે દારૂનો જથ્‍થો અમદાવાદ લઇ જવાતો'તો : ૧.ર૧ કરોડના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ અરવલ્લી જીલ્લામાં એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુકતી થયા બાદ ર૦ દિવસમાં ૪ કરોડનો દારૂ ઝડપી લેવાયો

રાજકોટ, તા., ૧રઃ શામળાજી પોલીસે  વધુ એક દારૂની હેરાફેરીનું કારસ્‍તાન પકડી ઇલેકટ્રીક સામાન ભરેલ બોક્ષ સાથે ૬૩.૪૦ લાખના વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક પકડી પાડી કુલ ૧.ર૧ કરોડના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને ઝડપી લેવાયો હતો. આ દારૂનો જથ્‍થો હરીયાણાથી અમદાવાદ  લઇ જવાતો હતો અને તે પુર્વે શામળાજી પોલીસે આ દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો.

ગાંધીનગર રેન્‍જ આઇજી વિરેન્‍દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જીલ્લાના નવનિયુકત એસપી મનોહરસિંહ જાડેજાએ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્‍પદ વાહનોની સઘન ચેકીંગ કરવા આપેલ સુચના અન્‍વયે શામળાજી પોલીસ મથકના પીઆઇ કે.બી.ડિંડોર તથા પીએસઆઇ જી.આર.ચૌધરીની ટીમે અણસોલ પોલીસ ચેકપોસ્‍ટ ખાતે ટ્રક નં. એમ.એચ.૧ર એન.એક્ષ.૧૦ર૩ ને અટકાવી તલાશી લેતા તેમાં ઇલેકટ્રીક સામાન ભરેલા  બોક્ષ સાથે વિદેશી દારૂની પેટી નંગ-૩૮૯  બોટલ નંગ ૮૧૧૪ કિંમત ૬૩.૪૦ લાખનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ટ્રક અને ઇલેકટ્રીક સામાન ભરેલા બોક્ષ સહિત કુલ ૧.ર૧ કરોડના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવર  ઘમંડારામ ભોમારામ ઇસરારામ (રહે. ગુડામાલાની, જી. બાડમેર, રાજસ્‍થાન)ની  ધરપકડ કરાયેલ હતી. પોલીસ તપાસમાં આ દારૂનો જથ્‍થો હરીયાણાના યમુના નગરથી ભરી અમદાવાદ તરફ લઇ જવાતો હોવાનું ખુલ્‍યું છે.

અરવલ્લી જીલ્લાના એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુકતી થયા બાદ છેલ્લા ર૦ દિવસમાં ૪ કરોડથી વધનો દારૂનો જથ્‍થો ઝડપી લેવાતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.(૪.૧૨)

(4:17 PM IST)