News of Friday, 12th September 2025
ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમા ભયંકર આગ લાગવાની ઘટના : ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા : અફડાતફડીનો માહોલ
ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી, પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

ભરૂચ તા.૧૨ : ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમા ભયંકર આગ લાગવાની ઘટના બની છે. આગનાં કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા છે. વિસ્તારમાં અફરતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી.
ભરૂચ જિલ્લાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીનાં વેર હાઉસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતાને જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઊંચા આકાશમાં જોવા મળ્યા છે. આગને કારણે કંપનીનો તમામ માલ-સામાન બળીને ખાખ થયો છે.
ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. સદનસીબે હાલ, કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
