<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ગુજરાતમાં રસ્તાઓમાં કેટલાક વાહનો પર નંબરપ્લેટના બદલે લખેલો શબ્દ 'સ્ટેટ ઓફ રામાધણી' ખરેખર શું છે?

કાર પોલીસની નજર આગળથી પસાર થાય છે પણ તેન રોકીને પોલીસને દંડ વસૂલવાની હિંમત કેમ નથી થતી તેને લઈને અનેક સવાલો ઉભા થયા]

અમદાવાદના SG હાઈવે સહિતના રોડ પર વધારે પ્રમાણમાં લગ્ઝુરિયસ કાર પર 'સ્ટેટ ઓફ રામાધણી' લખેલુ હોય છે. તેવી કાર પોલીસની નજર આગળથી પસાર થાય છે પણ તેન રોકીને પોલીસને દંડ વસૂલવાની હિંમત કેમ નથી થતી તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.  

   ફેસબુક પર ગુજરાતના નાગરિકો ટ્રાફિક પોલીસ અને આરટીઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા હેલ્મેટ વગર મધ્યમવર્ગના લોકોને દંડતી પોલીસ અને બ્લેક ફિલ્મ સામે ડ્રાઈવ ચલાવતી પોલીસને કદાચ આ રામાધણી લખેલા વાહનો દેખાતા નથી. અથવા તો આ આરટીઓ કે ટ્રાફિક પોલીસે સત્તાવાર રીતે આ પ્રકારની નંબરપ્લેટ અપ્રૂવ કરી હોય તેવું બની શકે. તો પછી સવાલ એ છે કે HSRP નંબર ્લેટ હોવી જ જોઈએ એવા તંત્રના પોતે જ બનાવેલા નિયમનું શું થયું?

વાત હવે નિયમોની છે તો શું પોલીસ ખાલી દંડ સામાન્ય લોકો પાસેથી જ વસૂલ કરે છે આવી નંબર પ્લેટવાળા લોકો પાસેથી કેમ દંડ વસૂલવામાં આવતો નથી. આવી નંબર પ્લેટના વાહનોથી કોઈ અણબનાવ બનશે તો તેનુ જાવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે

(9:06 PM IST)