તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 12th September 2025
ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના ખૈડીપાડા ગામે થયેલ ડિઝલ ચોરીના આરોપીઓ ને પકડી પાડતી ડેડીયાપાડા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડેડીયાપાડાના ખૈડીપાડા ગામે રાત્રી રોકાણ કરેલ સરકારી એસ.ટી બસમાંથી ડીઝલની ચોરી કરનારા ચોરને ડેડીયાપાડા પોલીસ અને LCBની ટીમે ગણતરીના કલાકોમાં 4 ચોરોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 29 થી 30 સપ્ટેમ્બર ની રાત્રીના સમયગાળા દરમ્યાન ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ખૈડીપાડાગ્રામ પંચાયત ખાતે સરકારી બસ નાઈટ હોલ્ટ હતી તે વખતે કોઇ અજાણ્યો ચોર શખ્શોએ સરકારી બસમાંથી આશરે ડીઝલ લીટર 200 જેની કિંમત 17,100 જેટલી થતી હોય જે બાબતની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે થતા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ જરૂરી સુચના આપેલ જે અનુસંધાને ડીવાયએસપી વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પીઆઇ પી.જે પંડ્યા અને LCB પી.આઈ આર.જે ચૌધરી, પી.એસ.આઈ એસ.એ.ગઢવી સહીત પોલીસ જવાનો ભેગા મળી આજુબાજુના ગામો ખૂંદી વળતા અને મોબાઈલ લોકેશન આધારે તેમજ શંકાસ્પદ જણાતા ઇસમોની અલગ યાદી બનાવી પુછપરછ કરવામાં આવેલ જે દરમ્યાન અંગત બાતમીદાર થકી બાતમી મળેલ કે, ડેડીયાપાડાના ઝાંક ગામે રહેતા રવિન્દ્ર ચેતન વસાવાના ઘરે મોટા પ્રમાણમાં ડિઝલ હોવાની હકીકત મળતા જેની ઘરે જઈને પોલીસે પૂછપરછ કરી હતી અને ઘરમાં તપાસ કરતા ડીઝલનો મોટો જથ્થો મળી આવતા પોલીસે વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વાડવા ગામનો મિત્ર અશ્વિન મણીલાલ વસાવા, ચીકદા ગામનો કલ્પેશ ગનજી વસાવા તથા કેલબાબદા ગામના ભુપેંદ્ર રમણ વસાવા 30 ઓગસ્ટ 25 ના રોજ ખૈડીપાડા ગામે ગ્રામ પંચાયત ખાતે મુકેલ સરકારી બસ માથી ડીઝલ લીટર 200 ની ચોરી કરી સ્વીફ્ટ ગાડીમા મુકી મને વેચી ગયેલ હોવાની હકીકત જણાવતા પોલીસે તમામ ને પકડી પાડી ચોરીનો અન ડિટેકટ ગુનો ગણતરીના દિવસોમાં ડિટેકટ કરી ચોરોને ઝડપી તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
