તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા : ડેડીયાપાડા નામદાર કોર્ટમાં કેશ કમિટ થયો
ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર રાખવા વડોદરા સીટી પોલીસ વાનમાં પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં ATVT ની મિટિંગ દરમ્યાન ડેડીયાપાડા તાલુકા પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી કરી હતી. આ ફરિયાદ મુજબ ફરિયાદીએ આરોપી તરીકે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને બતાવ્યા હોય ડેડીયાપાડા પોલીસે કોર્ટમાં આ કેશ માટે ચાર્જશીટ કરતા ડેડીયાપાડા કોર્ટમાં કેસ કમિટ થયો, જેમાં ચૈતર વસાવા ને હાજર કરી જરૂરી સહી કરાવવાની હોય જે પ્રોસિઝર માટે કેસ કમિટ થતાં મુખ્ય આરોપી ધારાસભ્ય ચૈતર વસાવા હોવાથી તેઓને કોર્ટમાં હાજર રખાયા હતા.અને હવે આ કેશ સેસન્સ કોર્ટ રાજપીપળા ખાતે ચાલશે.
ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર રાખવા વડોદરા સીટી પોલીસ વાનમાં પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા હતા. નર્મદા પોલીસ દ્વારા ડેડીયાપાડા ખાતે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમના સમર્થકો ને ખબર પડતાં મોટી સંખ્યામાં મળવા માટે લોકો ડેડીયાપાડા કોર્ટ ખાતે પહોંચ્યા હતા. કોર્ટ ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના પરિવારને મળ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવાને રેગ્યુલર જામીન માટેની અરજી રાજપીપળાની ચીફ જ્યુડી.સેસન્સ કોર્ટમાં ના મંજુર થતા હવે ચૈતર વસાવાના વકીલ દ્વારા હાઇકોર્ટમાં પુનઃ અરજી દાખલ કરવામાં આવી છે. જે આગામી 17 તારીખે સુનાવણી થાય એવી શક્યતા છે. હવે જમીનની આશા હાઇકોર્ટ પર છે. ત્યાં સુધી વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેશે
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
