News of Friday, 12th September 2025
ભદામ ગામ પાસે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પડેલા ખાડાનો નાંદોદ કોંગ્રેસે કર્યો વિરોધ
નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ખાડાનો વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહિત સમગ્ર ગુજરાત માં ચોમાસા દરમિયાન પડેલા નાના, મોટા ખાડા ના કારણે અકસ્માત વધ્યા છે જેમાં કેટલાક લોકો એ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આ ખાડા નું વહેલીતકે યોગ્ય પુરાણ થાય તે માટે ઠેર ઠેર વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય આજરોજ નાંદોદ તાલુકા કાંગ્રેસ દ્વારા પણ આ માટે વિરોધ કરાયો હતો.
નર્મદા જિલ્લા નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભદામ ગામ પાસે પડેલા ખાડાઓ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રસ્તા પર પડેલા ખાડા ના બાબતે રાજપીપળા ના જકાતનાકા અને ભદામ પાસે કૉંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ વસાવા, નાંદોદ તાલુકા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ પ્રતીક વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અલ્પેશ વસાવા, નર્મદા જીલ્લા એસટી સેલ પ્રમુખ નિલેશ વસાવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
