તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 12th September 2025
લો બોલો... ઇન્ટરનેટના યુગમાં રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ટિકિટનો અભાવ
રૂપિયા 1, 2 અને 5 ની ટિકિટ ઉપલબ્ધ નહી હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા: રૂપિયા 2 કે 5 ની ટિકિટ મારવાની હોય એ ઉપલબ્ધ ન હોય સ્ટાફ રૂપિયા 10 નો પોસ્ટલ સ્ટેમ્પ મારવા ગ્રાહકોને કહેતા ગ્રાહક માન્યા નહી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળામાં આવેલી નર્મદા જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટનો અભાવ હોવાથી ત્યાં ટપાલ પોસ્ટ કરવા આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે.
ગ્રાહકો પાસેથી મળતી માહિતી મુજબ રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 1, 2 અને 5 ની ટિકિટ ઘણા સમયથી ઉપલબ્ધ નહી હોવાથી અમારે વધારે રૂપિયાની ટિકિટ મારી ટપાલ મોકલાવી પડે છે જેમાં અમને આર્થિક નુકશાન થાય છે, જો મુખ્ય પોસ્ટ ઓફિસમાં જ ટિકિટ નહીં હોય તો ગ્રાહકો ક્યાં જશે.
આજના ઇન્ટરનેટના જમાનામાં દેશ એ ઘણી પ્રગતિ કરી છે અને હવે તો પોસ્ટ કરતા ઈમેલ અને કુરિયરની સવલત ખૂબ ઝડપી છે તેમ છતાં કેટલાક વ્યક્તિ હજુ પોસ્ટ ઓફિસનો આગ્રહ રાખે છે પરંતુ જો પોસ્ટ ઓફિસ હજુપણ ધીમી ગતિના સમાચાર ની જેમ કામ કરતી હોય તો આવનારા વર્ષોમાં પોસ્ટની કામગીરી ઉપર કોઈ વિશ્વાસ નહીં મૂકે, પોસ્ટ ઓફિસ પોતાની કામગીરી ઝડપી અને સરળ બનાવે એ જરૂરી છે.એક ગ્રાહકે તો એમ જણાવ્યું કે મારે એક કવર ઉપર 5 ની ટિકિટ મારવાની હતી પરંતુ એ ઉપલબ્ધ ન હોય પોસ્ટ ઓફિસના સ્ટાફ એ રૂપિયા 10 નો પોસ્ટલ સ્ટેમ્પ મારવા ગ્રાહકો ને કહેતા ગ્રાહક વધારા ના રૂપિયા કેમ આપું તેમ કહી માન્યા નહી.
આ બાબતે અમે રાજપીપળા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર અરુણભાઇ વસાવાને ટિકિટની અછત બાબતે પૂછતા તેમણે સ્વીકારું કે, ટિકિટ નહીં હતી એ વાત સાચી છે પણ હાલમાં રૂપિયા 5 ની ટિકિટ આવી ગઈ છે, બાકી રૂપિયા 1 અને 2 ની ટિકિટ થોડા સમયમાં આવી જશે
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
