તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
લો હવે તો બીજેપીનો ઉપપ્રમુખ જ બુટલેગર બન્યો: નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખને નર્મદા એલ.સી.બી એ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા
પોલીસે ૨૬,૪૦૦ રૂપિયાનો બિયરનો જથ્થો તથા ૩ લાખ રૂપિયાની કાર મળી કુલ ૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે એવા બણગા ભાજપ સરકાર ફૂંકી રહી છે ત્યારે જ નર્મદા જિલ્લા એલ.સી.બી એ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખને બિયરના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.
મહારાષ્ટ્ર તરફથી ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરીને એક વ્યક્તિ ગુજરાત તરફ આવી રહ્યો હોવાની બાતમી નર્મદા એલ.સી.બી ની ટીમને મળતા એ વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.એ દરમિયાન નજીકના નાલાકૂંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્રના તીન ખૂણીયા જવાના રસ્તા પાસેથી જી.જે.૧૬ બી કે ૦૪૬૫ નંબરની સફેદ કલરની મારુતિ સ્વિફ્ટને ઊભી રાખી ચેક કરતા એમાંથી બિયરની 5 પેટીઓ મળી આવી હતી. પૂછતાછ દરમિયાન કાર ચાલકે પોતાનું નામ બાલુ ફતેસિંગ વસાવા (રહે. ટીમલા, તાલુકો: નેત્રંગ, જી:ભરૂચ) હોવાનું જણાવ્યું હતું.નર્મદા એલ.સી.બી એ આરોપીને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો, પોલીસે એની પાસેથી ૨૬,૪૦૦ રૂપિયાનો બિયરનો જથ્થો તથા ૩ લાખ રૂપિયાની કાર મળી કુલ ૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિયરના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી બાલુ ફતેસિંગ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે.ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના બણગા ફૂંકતી ભાજપ સરકારના સંગઠનનો હોદ્દેદાર જ બિયરના જથ્થા સાથે ઝડપાયો છે ત્યારે એની વિરુદ્ધ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
