તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
તારી એટલી હિંમત કે મારા ઘરે મજુરી લેવા આવે છે, એક દિવસ વેઠાતુ નથી, તને બહું પાવર છે કહી માર માર્યો
તિલકવાડા તાલુકામાં મજૂરી ના રૂપિયા લેવા ગયેલ વ્યક્તિને માર મારતા ત્રણ સામે એટ્રોસિટી દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામમાં મજૂરીના પૈસા લેવા ગયેલા વ્યક્તિને માર મારી જાતિ વિરુદ્ધ શબ્દો બોલતા એટ્રોસિટી દાખલ થઈ છે
મળતી માહિતી અનુસાર ભરતભાઇ મહેશભાઇ વણકર (હિન્દુ-વણકર) (રહે. સાવલી હનુમાન ફળિયું તા તિલકવાડા જી.નર્મદા) નાઓ ની ફરિયાદ મુજબ તેઓ અનુસુચિત જાતિના હોય અને સામે વાળા ઉજળીયાત જાતિના હોય તેઓ વિજયભાઇ રતનભાઈ પ્રજાપતિ સાથે ભુપેન્દ્રભાઇ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ કંચનભાઈ પ્રજાપતિના ખેતરમાં શેઢાની સાફ-સફાઇ કરવા માટે બપોર સુધી મજુરી કામે ગયેલ, જે મજુરીના રૂપિયા લેવા માટે તેઓ ભુપેન્દ્રભાઈના ઘરે ગયેલ પરંતુ તેમની દિકરી હાજર હોય તેને પોતાના પિતાને ફોન કરતા ભુપેન્દ્રભાઈએ ભરતભાઈને ખેતરમા બોલાવતા તેઓ ખેતરમાં જતા ત્યાં (૧) ભુપેન્દ્રભાઇ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ કંચનભાઈ પ્રજાપતિ(૨) કમલેશભાઇ રમણભાઇ પ્રજાપતિ(૩) વિજયભાઇ રતનભાઈ પ્રજાપતિ (ત્રણેય રહે.સાવલી તા. તિલકવાડા જી.નર્મદા) નાઓ એહાજર હોય ભરતભાઈ એ ભુપેન્દ્રભાઈ પાસે મજુરીના રૂપિયા માંગતા તારી એટલી હિંમત કે મારા ઘરે મજુરી લેવા આવે છે એક દિવસ વેઠાતુ નથી તને બોવ પાવર છે, તેમ કહી ગાળો બોલતા ફરીયાદીએ ગાળો નહીં બોલવા જણાવતા વધુ ગુસ્સે થઈને તારી આટલી હિંમત મારી સામું બોલે છે કહી જાતિ વિષયક અપમાનિત અપશબ્દ બોલી તને મારવો પડશે તેમ જણાવીને વાસનો ડંડો મારી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુનો કરતા તિલકવાડા પોલીસે ત્રણ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
