<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

બારડોલીના તેન ગામની સિમમાં શેરડીના ખેતરમાંથી મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો : પોલીસ પહોંચી

જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી: ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી, એફએસએલની મદદ લેવાઈ : પ્રેમપ્રકરણમાં હત્યાની ઘટના બની હોવાની આશંકા

સુરત જિલ્લાના બારડોલીના તેન ગામની સિમમાં હત્યાની ઘટના બની હતી. તેન ગામે શેરડીના ખેતરમાંથી એક મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. બારડોલી ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલ સી બી પોલીસ તપાસમાં જોડાઈ હતી. 

સરદાર નગરી ગણાતા બારડોલી પંથકમાં જ્યાં હત્યારાઓ દ્વારા ક્રૂર રીતે એક મહિલાને રેહશી નાખી હતી. બારડોલીને અડીને આવેલ તેન ગામની સિમમાં એક શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. સાથે જ જિલ્લા એલ સી બી ની ટિમ પણ દોડતી થઈ હતી.

બનાવ સંદર્ભે ઘટના સ્થળે પોહચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મહિલા બારડોલીની અને હાલ થોડા સમયથી તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું હતું. બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી, એફએસએલની મદદ લેવાય હતી. સમગ્ર ઘટનામાં પ્રેમપ્રકરણમાં હત્યાની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

 

 


 

(10:53 PM IST)