<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

૧૨૧ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બઢતીની વાટ કાગડોળે જોઈ રહ્યા છે...

આજે થશે, કાલે થશે..હવે નવરાત્રીની મુદત...સાચું શું? મુખ્‍ય પોલીસ વડા પોઝીટીવ છે, બ્રેક કયા લાગી છે? એક બાજુ બબ્‍બે ચાર્જ...બીજી તરફ ૧ ડઝન સિનિયર ips પોસ્‍ટિંગ ન મળતાં કામ વગર બેઠા છેઃ અજબ ગજબ સ્‍થિતિ..

રાજકોટ, તા.૧૩: રાજ્‍ય પોલીસ તંત્રના સિનિયર લેવલના ૧૨૧ જેટલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરોને બઢતી આપવાની પ્રક્રિયા મુખ્‍ય પોલીસવડાની કચેરી દ્વારા પ્રગતિમાં હોવાનું સૂત્રો જણાવે છે,  અત્રે એ યાદ રહે કે ઘણા લાંબા સમયથી આ મામલો ખેંચાતો હોવાથી અમુક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરને તો તેમનું પ્રમોશન આ આવશે, તેથી ટૂંક સમય માટે તેમને પોલીસ મથક કે બીજી મહત્‍વની જગ્‍યા પર posting અપાતું નથી.  બઢતી સમયે જ કોઈ વિવાદ ન થાય તે માટે ઘણા શાંતિથી બેસી ગયા છે, એને અમુક મેટર પેન્‍ડિંગ રાખી રહ્યા છે.                                        

સૂત્રોના કથન મુજબ ૨૧ તારીખ સુધીમાં જે માહિતી સંબંધક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર માટે મોકલવાની હતી, તે મોકલાઈ ગયેલ છે   રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય પણ કોઈની બઢતી કારણ વગર ન અટકે તેવા પોઝીટીવ માઇન્‍ડના  હોવાથી પોતાના એડમન વિભાગને ઝડપથી કાર્યવાહી કરી ગ્રહ મંત્રાલય સુધી પહોંચાડી દેવા સૂચવ્‍યું હોવાનું સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે મુખ્‍ય પોલીસવડાની સૂચનાથી જેમને બઢતી આપવાની છે તેમના વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ, વિજિલન્‍સ તપાસ, કોર્ટ કેસ પેન્‍ડિંગ છે, તે વિગતો માંગવામાં આવેલ.                                   

અત્રે એ યાદ રહે કે dysp લેવલે મોટા પાયે ફેરબદલ આ બઢતી ઓર્ડર પછી થશે, સિનિયર IPS લેવલના ઓર્ડર પણ લટકી પડ્‍યા છે, સહુની આશાભરી મીટ મુખ્‍ય મંત્રી અને ગળહમંત્રી તરફ મંડાઈ રહી છે

(11:19 AM IST)