<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

સોમવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા

સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ વરસી :અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસવાના એંધાણ:સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

  સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.જ્યારે કે અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ વરસવાના એંધાણ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.  

  નવરાત્રી દરમિયાન પણ ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં પણ નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 18 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, એટલે કે નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે

 

(11:50 AM IST)