તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે :ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 18 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

અમદાવાદ : નવરાત્રી દરમિયાન પણ ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં પણ નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 18 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, એટલે કે નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
બીજીતરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી વરસાદની માહોલ જોવા મળશે. 14થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, ભરૂચ સહિત વડોદરામાં પડી શકે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે.
બનાસકાંઠા ,સાબરકાંઠા અને પંચમહાલમાં વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન 24 અને 25 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ છઠા નોરતાથી દશેરા સુધી પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ લગાવી રહ્યા છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
