<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

વિવાદાસ્પદ FDCA કમિશનર હેમંત કોશીને હટાવીને IAS અધિકારી રતન કંવરને નવા કમિશનર તરીકે નિયુક્ત કરાયા

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ઇતિહાસમાં પહેલીવાર મોટો ફેરફાર

અમદાવાદ :ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ના ઇતિહાસમાં પહેલીવાર મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારે વિવાદાસ્પદ FDCA કમિશનર હેમંત કોશીને હટાવીને 2009 બેચના IAS અધિકારી રતન કંવરને નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકથી FDCA ના વહીવટમાં એક નવો પરિમાણ ઉમેરાયો છે, કારણ કે આ પહેલી વાર છે જ્યારે કોઈ IAS અધિકારીને આ વિભાગનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

   લાંબા સમય સુધી FDCA કમિશનર તરીકે ફરજ બજાવતા હેમંત કોશીને 62 વર્ષની નિવૃત્તિ વય પાર કર્યા પછી પણ છ વખત એક્સટેન્શન મળ્યું હતું. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન સહિત અન્ય હિસ્સેદારો દ્વારા ફરિયાદો ઉઠાવવામાં આવી હતી કે આ એક્સટેન્શન નિયમોની વિરુદ્ધ છે.

    એસોસિએશને આરોપ લગાવ્યો હતો કે કોશીના કાર્યકાળ દરમિયાન FDCA માં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હતો. ખાસ કરીને, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કોશી ગેરકાયદેસર દવાની દુકાનો અને ફાર્મસીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા

 . આ ઉપરાંત, એવી પણ ફરિયાદો હતી કે FDCA વિભાગમાં “હપ્તા રાજ”નો વ્યાપ વધ્યો છે. રજનીકાંત નામના એક વ્યક્તિએ આ મુદ્દા પર જાહેરમાં ફરિયાદ કરી હતી, જેના કારણે સરકારે આખરે કોશીને દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

 

(1:20 PM IST)