તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ રાજ્યના કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાનો આવતીકાલે જન્મદિવસ છે. જનસંઘના આગેવાન એવા કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના વતની માયાભાઈ જેઠાભાઈ રાઠોડ તથા અમરતબેનને ત્યાં રાજકોટ ખાતે તા.૧૪/૦૯/૧૯૭૫ના રોજ જન્મ થયો હતો.તેઓ અગાઉ બે ટર્મ ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા ત્યારબાદ ૨૦૨૨ થી ત્રીજીવાર ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણના કેબીનેટ મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યાં છે. ન વાદ ન વિવાદ શ્રીમતિ ભાનુબેન બાબરીયા ઓછુ બોલવું અને વધુ કામમાં માનતા તેમજ રાજકોટ (ગ્રામ્ય) વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર અને તત્પર રહ્યાં છે.
રાજકોટના ભુતપુર્વ ધારાસભ્ય શ્રી માધુભાઈ બાબરીયાના પરિવારમાં પુત્રવધૂ તરીકે પ્રવેશ્યા બાદ લોક પ્રતિનિધિ તરીકે વધુ જાણીતા થયા છે. ભાનુબેન બાબરીયાનો પરિવાર જનસંઘના સમયથી રાજકીય રીતે સંકળાયેલ છે . તેઓ ભા.જ.પાના અખિલ ભારતીય શેડયુલ કાસ્ટ મોરચાના રાષ્ટ્રીય મંત્રી તરીકે ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી સેવા આપી હતી તેમજ ૨૦૦૯ થી ભા.જ.પા.ના પ્રદેશ કારોબારી સભ્ય તરિકે કાર્યરત છે.
તેમના જન્મદિવસ પૂર્વ કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓએ પણ પત્ર પાઠવી શુભેચ્છા પાઠવી છે તેમજ તેમના મિત્રો, સગાસ્નેહીઓ અને કાર્યકરો શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
