<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

અમદાવાદમાં નવરાત્રીની સ્પેશ્યલ માર્કેટ એવા લો ગાર્ડન ખાતે પણ હવે ભીડ જામી : મહિલાઓની સુરક્ષા, મોબાઇલ અને પાકિટ ચોરાઇ નહી એ માટે હવે વેપારીઓ દ્વારા ખાસ એનાઉસ્મેન્ટ સિસ્ટમ

એક ઉચ્ચ અધિકારીના પત્ની અહીંયા ખરીદી કરવા આવ્યા હતા અને તેમનુ પાકીટ ચોરાઇ જવાના કારણે પોલીસે વેપારીઓને ધમકાવ્યા હોવાથી આ સિસ્ટમ અમલી કરી હોવાનુ સામે આવ્યુ

અમદાવાદ તા.૧૩

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખૈલૈયાઓ હવે ખરીદીના મુડમાં જોવા મળી રહ્યા છે અને નવરાત્રીની સ્પેશ્યલ માર્કેટ એવા લો ગાર્ડન ખાતે પણ હવે ભીડ જામી છે. ત્યારે મહિલાઓની સુરક્ષા, મોબાઇલ અને પાકિટ ચોરાઇ નહી એ માટે હવે વેપારીઓ દ્વારા ખાસ એનાઉસ્મેન્ટ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

અમદાવાદની લો ગોર્ડન ખાતે નવરાત્રી બજારની રંગત જામી છે લોકો ફક્ત અમદાવાદ અને ગુજરાતના નહી પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ચણિયાચોલી સહિત નવરાત્રીની ખરીદી માટે આવતા હોય છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે અને હૈયૈ હૈયુ દળાય તેવી ભીડ અત્યારથી દેખાઇ રહી છે જેનો લાભ લેભાગુ ત્ત્વો અને મોબાઇલ તથા પાકિટ ચોર લઇ રહ્યા છે અત્યારસુઘીમાં અનેક નાની નાની ચોરીઓને અંજામ આપી દેવામાં આવ્યો છે.

 

ઉચ્ચ અધિકારીની પત્નિનું પાકીટ ચોરાયું

 

ત્યારે હવે વેપારીઓ જાતે જ એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે જેથી આવી કોઇ ઘટના ફરીવાર બની શકે નહી. જ્યારે મળતી માહિતી પ્રમાણે એક ઉચ્ચ અધિકારીના પત્ની અહીંયા ખરીદી કરવા આવ્યા હતા અને તેમનુ પાકીટ ચોરાઇ જવાના કારણે પોલીસે વેપારીઓને ધમકાવ્યા હોવાથી આ સિસ્ટમ અમલી કરી હોવાનુ સામે આવ્યુ છે.

 

રોડ ઉપર જ એનાઉન્સ સિસ્ટમ

 

નવરાત્રીની ખરીદીમાં મોટાભાગે મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે. ત્યારે ગ્રાહકના સ્વાંગમાં મોબાઈલ જ્યારે મહિલાઓ ખરીદીમાં વ્યસ્ત હોય છે. ત્યારે હાથ સાફ કરીને જતા રહેતા હોય છે. ત્યારે સલામતીના ભાગરૂપે વેપારીઓએ જ પ્રથમ વખત રોડ ઉપર જ એનાઉન્સ સિસ્ટમ રાખી દીધી છે. જ્યારે આટલી ભીડ ભાર હોવા છતાં પણ પોલીસના એક પણ જવાન જોવા મળ્યો ન હતો. પરંતુ ફક્ત પોલીસની પીસીઆર આટા ફેરા માંથી હતી. ત્યારે ગ્રાહકોએ પણ એનાઉન્સમેન્ટ સિસ્ટમને વખાણી હતી.

 

 

 

આમ ખરેખર જે જગ્યા ઉપર વધારે પડતી ભીડ થતી હોય ત્યાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ ખૂબ જરૂરી છે ત્યારે તંત્રએ નહીં પરંતુ એ વેપારીઓએ આ સિસ્ટમ ઊભી કરી હોવાથી તંત્રની મેનેજમેન્ટ સિસ્ટમ અને કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.

(5:13 PM IST)