તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
અમદાવાદ શહેરમાં NDPS ના ગુનામાં સંડોવાયેલા ભાગેડુ આરોપીને ઝડપી પાડતી સાગબારા પોલીસ
સાબરમતી જેલનો પેરોલ જમ્પનો આરોપી તથા સાગબારા પોસ્ટેમાં દાખલ થયેલ ધાડપાડુ ગેંગના ગુન્હામાં એક વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાંથી સાગબારા પોલીસે પકડી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં સાગબારા પોલીસે કેટલાક ગુનાઓ માં સંડોવાયેલા ભાગેડુ આરોપીને રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાંથી ઝડપી આગળની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દાખલ થયેલ ગુનામા સંડોવાયેલ અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને પી.આર.પટેલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા તથા પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશન ના ગુનામાં સંડોવાયેલ આરોપી એક વર્ષથી નસતો ફરતો હોય તથા અમદાવાદ શહેરમા એન.ડી.પી.એસ ના ગુનાનો સાબરમતી જેલનો પેરોલ જમ્પના આરોપીને ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસના મદદથી રાજસ્થાન રાજયના ડુંગરપુર વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
નાસતો ફરતો આરોપી : લોકેશ હુકા પાટીદાર રહે.કરાડા તા. સાગબાડા જી. ડુંગરપુર (રાજસ્થાન)
ગુનાહીત ઇતિહાસ : (૧) ડી.સી.બી. અમદાવાદ શહેર ગુ.૨.નં.૧૧૧૯૧૦૧૧૨૨૦૦૪૬/૨૦૨૨ કલમ એન.ડી.પી. એસ.૮(સી),૨૧(સી),૨૯ (૨) સાગબારા પોલીસ સ્ટેશન એ-પાર્ટ, ગુ.૨.નાં-૧૧૮૨૩૦૨૧૨૪૧૪૪૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૬૧(૨),૩૧૦(૪), (૫), (૬), તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (બી) (એ) મુજબનો
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ : (૧) સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન(૨) પી.આર.ચૌધરી પોલીસ સબ ઇંસ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશન (૩) એ.એસ.આઇ મોતીરામ સંજયભાઇ બ.નં.૭૮૦ સાગબારા પોલીસ સ્ટેશન(૪) પો.કો. દિલીપભાઇ ઝીણાભાઇ બ.નં.૧૩૮ સાગબારા પોલીસ સ્ટેશન (૫) પો.કો સતિષભાઇ રૂપજીભાઇ બ.નં.૭૧૦ સાગબારા પોલીસ સ્ટેશન નાઓ નો સમાવેશ થાય છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
