તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
રાજપીપળાની GMERSનાં કર્મચારીઓના પગાર કપાતા રોષ
સ્પેશિયલ એલાઉન્સ ભૂલથી વધારે મંજૂર થતાં સપ્ટેમ્બરના પગારમાંથી પૈસા કાપી લેવાયાની વાત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા ની GMERS સંચાલિત મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વર્ગ ૩ અને ૪ના કોન્ટ્રાકટ કર્મચારીઓનો પગારમાંથી રૂપિયા કાપી લેવાતા કોન્ટ્રાકટ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. જાણવા મળ્યા મુજબ સ્પેશીયલ એલાઉન્સ ભૂલથી વધારે મંજુર થઈ ગયું હતુ તેથી વધારાની રકમ પરત મેળવવા માટે કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કાપી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.
ગુજરાતની ૧૩ જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે વર્ષ ૨૦૨૩માં આશરે ૧૫૦૦ કરોડનુ ટેન્ડર બહાર પડયુ હતુ. જેમાં કોન્ટ્રાકટના કર્મચારીઓને કેટેગરી પ્રમાણે તેઓના સ્પેશીયલ એલાઉન્સ નકકી કરાયા હતા. પરંતુ એકાએક જાગેલા કોન્ટ્રાકટર દ્વારા ઓગષ્ટ મહિનાના પગારની ચૂકવણી સપ્ટેમ્બર મહિનામાં કરાઇ હતી. જેમાં તેમના પગારમાંથી વધારાના રૂપિયા કાપી લેવાયા છે. આમ જોઈએ તો કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની સત્તા કોઇ પાસે નથી છતાં આ મનમાની કોની મહેરબાની થી કરાઈ..?
જો પગારની રકમ વધારે ચુકવાઇ જાયો તો જેમની ભૂલથી આ રકમ ચૂકવવામાં આવી હોઇ તેનેજ તે રકમની ભરપાઇ કરવાની હોય, કર્મચારી પાસેથી વસુલ થઇ શકે નહી તેવુ જાણવા મળ્યું છે. તેમ છતા જીએમઇઆરએસ ના કર્મચારીઓના પગારમાંથી રકમ કાપી લેવાઇ છે તે ગેરકાયદેસર હોવાનુ મનાઈ છે. કર્મચારીઓ કોન્ટ્રાકટ માં નોકરી કરતા હોવાથી જો તેઓ વિરોધ માટે આંદોલન કરે તો તેમને છુટા કરી દેવાનો ભય પણ સતાવી રહ્યો છે.
– શ્રમ અને રોજગાર વિભાગ ના નિયમોનું છડેચોક ઉલ્લઘન
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા માર્ચ મહિનામાં લધુતમ વેતન દર નકકી કરવામાં આવે છે. તે મુજબ એપ્રિલ મહિનાથી કર્મચારીઓને તે પ્રમાણેની રકમ ચુકવવાની હોય છે. પરંતુ જીએમઇઆરએસના કોન્ટ્રાકટના કર્મચારીઓને આ નિયમ ૧લી એપ્રિલના રોજથી લાગુ કરવાના બદલે તે ઓગષ્ટ મહિનાથી લાગુ થશે તેવુ જણાવાયુ છે. આ પણ કર્મચારીઓનુ એક પ્રમાણે આર્થિક શોષણ હોવાનું જાણવા મળ્યું છે.
– આ બાબતે રાજપીપળા GMERSનાં કોન્ટ્રાકટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ઉપર સીઓ ઓફિસ માંથી બધું નક્કી થતું હોય છે અમારે તો ઉપર થી જે ઓર્ડર આવે એ મુજબ ચૂકવણી કરવી પડે, પહેલા સ્પેશિયલ એલાઉન્સ વધારે હતું અને હાલમાં ઓર્ડર મુજબ કર્મચારી ના રોજ માં વધારો કરી સ્પેશિયલ એલાઉન્સ માં ઘટાડો કર્યો છે. જ્યારે એપ્રિલ મહિનાથી કર્મચારીઓને રકમ ચુકવવાની કરવાના બદલે ઑગસ્ટ માં કરવાની બાબતે હું કઈ જાણતો નથી
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
