<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

દુધધારા ડેરીને પશુપાલકોના હિતમાં ભ્રસ્ટાચાર મુક્ત કરવી છે : અરૂણસિંહ રણા

પ્રદેશ પ્રમુખે આપેલા મેન્ડેટને ભુલભર્યો ગણાવતા સાંસદ મનસુખભાઈ વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા અને ભરૂચ જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદ સમાન દુધધારા ડેરીની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ચૂંટણી પ્રચાર જામતો જાય છે ત્યારે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ તેની પેનલની જીત નિશ્ચિત હોવાનું જણાવી ડેરીને ભ્રસ્ટાચાર મુક્ત કરવાની જાહેરાત કરી હતી .
   પ્રાપ્ત માહિતી મુજબ દુધધારા ડેરીની ચૂંટણીનો પ્રચાર હવે આખરી તબક્કામાં છે ત્યારે જિલ્લા ભાજપના બે મહારથીઓ એ પણ ચૂંટણી મામલે નિવેદનો કર્યા છે , ડેરીના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ પટેલને રાજ્ય રજિસ્ટ્રારે ડેરીમાં ગેરવહીવટ અને નાણાકીય ગેરરીતિઓ તેમજ રાજપીપલા વિભાગ ની બોગસ દૂધ મંડળીઓ સંદર્ભે કલમ 76(બ) તેમજ 93 હેઠળ નોટિસ ફટકારી છે, તે સંદર્ભે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ દુધધારા ડેરીને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાત કરી પ્રદેશ ભાજપ ના મેન્ડેટ છતાં તેમની પેનલ ચૂંટણી લડશે અને જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું. જયારે સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રદેશ ભાજપના મેન્ડેટ સામે વિરોધ દર્શાવી આ મેન્ડેટ જિલ્લા સંકલનમાં પરામર્શ વિના આપ્યો હોય તે ભૂલ છે અને સંગઠન ને નુકશાન કરશે તેમ જણાવી વાંધો ઉઠાવ્યો છે ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપ નો આ ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે જે બંને જિલ્લા ના સહકારી રાજકારણ ને દુરોગામી અસર કરશે તે નિશ્ચિત મનાય છે. .


 

(10:42 PM IST)