<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

મહેસાણામાં એક સગીરે જાડિયો કહીને ચીડવવાની ના પાડતા બીજા સગીરે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીકી દીધા

તેજસ્વી સોસાયટીના ગેટ પાસે ઘટના : ઇજાગ્રસ્ત થયેલા સગીરને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

મહેસાણાઃ શહેરમાં આવેલી એક સ્કૂલમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના જેવી જ ઘટના બનતા રહી ગઈ છે. એક સગીરે અન્ય સગીરને ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા.

મળતી માહિતી પ્રમાણે, એક સગીરે બીજા સગીરને જાડિયોને કહીને ચીડવ્યો હતો. ત્યારે સગીરે તેને ખીજવવાની ના પાડી હતી. ત્યારે અન્ય સગીરે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા.

મહેસાણા શહેરના તેજસ્વી સોસાયટીના ગેટ પાસે આ ઘટના બની હતી. હાલ ઇજાગ્રસ્ત થયેલા સગીરને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 


 

(11:15 PM IST)