તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 14th September 2025
અમદાવાદના નારોલમાં દંપતીના વીજ કરંટથી મોત મામલે 5 લોકોની ધરપકડ
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી દંપતીના મોત મામલે પોલીસ અને AMCની તપાસ બાદ ફરિયાદ નોંધાતા AMC અને એજન્સીનાં કર્મચારીઓ સહીત 5 લોકોની ધરપકડ કરાઈ છે . બે દિવસ અગાઉ નારોલની મટન ગલીમાં પાણી ભરાયા હતા.જે વરસાદી પાણીમાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયરનો કરંટ લીક થઇને પ્રસર્યો હતો. જેનાં કારણે ત્યાંથી પસાર થતા દંપતીનું મોત થયું હતું. તપાસમાં મેઇન્ટેનન્સની કામગીરી નિશાંત એન્ટરપ્રાઇઝનાં માલિક સૈયદ ઝહિર અને 2 એન્જિનિયર તથા AMCનાં બે એન્જિનિયરોની બેદરકારી સામે આવી હતી. હાલ પોલસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
