<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભરૂચ GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભયંકર આગ

આકાશમાં ધુમાડા અને જ્વાળાઓના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો

પાનોલી: આજે પાનોલી GIDCની એક કંપનીમાં ભયંકર આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા છે.
વહેલી સવારે ભરૂચ જિલ્લાની પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં આકાશમાં ધુમાડા અને જ્વાળાઓના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને નુકસાનનું ચોક્કસ પ્રમાણ પણ સ્પષ્ટ નથી.

(10:59 AM IST)