તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
અમદાવાદમાં મિનરલ પાણીના જગમાં બેકટેરિયા જોવા મળ્યાઃ તંત્રની લાલઆંખઃ 74 એકમને સીલ કરી દેવાયા
છેલ્લા બે મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના 1384 જેટલા કેસ સામે આવ્યા હતાઃ બોટલોમાં સીધું મ્યુનિ.નું પાણી ભરી દેવામાં આવતું હતુઃ સરખેજમાં કેટલાક એકમોમાં મહિનામાં બીજી વખત તપાસ કરતાં ફરી પાણીનાં સેમ્પલ ફેઇલ આવ્યા હતા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લગ્નપ્રસંગ, બેસણા તેમજ અન્ય કાર્યક્રમો માટે પાણીના જગ વેચતાં 74 જેટલા એકમને છેલ્લા બે મહિનામાં સીલ કરવામાં આવ્યા છે. આ એકમોના પાણીમાંથી જ બેક્ટરિયા મળી આવ્યા હતા, જેને પગલે AMC દ્વારા સીલ કરાયા હતા. શહેરમાં છેલ્લા બે મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના 1384 જેટલા કેસ સામે આવ્યા બાદ AMC એ તપાસ હાથ ધરી છે. AMC એ સૌથી વધારે પાણીની બોટલ દક્ષિણ ઝોન વિસ્તારમાં સીલ કરી છે. ઠક્કરબાપાનગર અને સરખેજમાં કેટલાક એકમોમાં મહિનામાં બીજી વખત તપાસ કરતાં ફરી પાણીનાં સેમ્પલ ફેઇલ આવ્યા હતા.
આ યુનિટમાંથી પાણીમાં બેક્ટેરિયાની હાજરી મળી જેમાં જય ભવાની વોટર જગ, એસપી વોટર જગ,પવન બેવરેજીસ જગ, રવિ વોટર જગ, ઓક્સિજન વોટર જગ, ટીજીબી વોટર જગ, જય લેમ્બોજ મા વોટર જગ, નેહલ બેવરેજીસ,અમર મિનરલ, ક્રિષ્ના મિનરલ વોટર જગ, મહાલક્ષ્મીનગર, શિવ શક્તિ મિનરલ, સિકોતર વોટર પ્લાન્ટ, શ્રીજી મિનરલ વોટર, શ્રીનાથ વોટર પ્લાન્ટ,હરેકૃષ્ણ વોટર જગ સપ્લાયર્સ, આર વોટર જગ સપ્લાય, હિતાક્ષી વોટર સપ્લાય,બાબુભાઇ બરફવાળા, જસવંતભાઈ મકવાણા, એવરગ્રીન વોટર સપ્લાય, મિકેશભાઈ દરબાર, જયેશ પટેલ, એસપી વોટર, શ્રી હરી વોટર જગ વિક્રેતા, સ્ટાર વોટર જગ સપ્લાયર્સ, બાબુભા વોટર જગ,આઈઆર વોટર જગ,બાણગંગા પ્રા. વોટર,સીતારામ મિનરલ વોટર, ઓમ વોટર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
કેટલાક એકમો માત્ર દેખાવ પૂરતું જ RO નું મશીન રાખવામાં આવતું હતું. RO મશીનને નિયમિત રીતે મેન્ટેન કરવામાં આવતા ન હતા. મ્યુનિ.ના પાણીથી સીધી બોટલો ભરી માત્ર સીલ કરવામાં આવતી હતી.જે બોટલમાં પાણી ભરવામાં આવે છે, તે નિયમિત સાફ કરવામાં આવતી નથી. પેકેજિંગમાં માનવ હસ્તક્ષેપ ન હોવો જોઈએ, પણ કારીગરો તે કરે છે. પાણીની બોટલ ભરવાની જગ્યાને યોગ્ય રીતે સાફ રાખવામાં આવતી નથી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
