News of Sunday, 14th September 2025
નર્મદા ડેમ 92 ટકાથી વધુ ભરાઇ ગયો, રાજ્યમાં 9 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ
રાજયમાં સીઝનનો ૧૦૮ ટકા વરસી ગયો, રાજયના ર૦૬ જળાશયો તેની સંગ્રહ ક્ષમતા કરતા ૯૦ ટકા ભરાયેલા છે

ગાંધીનગર : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો સરેરાશે 108.02 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્યમાં 110.11 ટકા, સૌરાષ્ટ્રમાં 93.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.36 ટકા વરસાદ નોંધાયો હતો.
સરદાર સરોવર તેની સંગ્રહ ક્ષમતાનો 92.44 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 206 જળાશયો તેની સંગ્રહ ક્ષમતાના 90.20 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 144 ડેમ હાઈ એલર્ટ, 13 એલર્ટ અને 15 વોર્નિંગ પર છે. જ્યારે 108 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 64 ડેમ 70 થી 100 ટકા, 16 ડેમ 50 થી 70 ટકા, 9 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 9 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બે સિસ્ટમની અસરના પગલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડર
સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હળવા થંડર સ્ટોર્મની આગાહી કરી હતી. જેમાં પવનની ગતિ ૩૦થી ૪૦
કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. ભારે વરસાદના એંધાણના પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના
વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
