News of Sunday, 14th September 2025
અમદાવાદમાં સરાજાહેર હત્યા કેસમાં પોલીસે ૭ આરોપીઓને દબોચ્યા
ત્રણ શખ્સો આબુથી અને બાકીના ચાર અમદાવાદ, ગાંધીનગરમાંથી ઝડપાયા

અમદાવાદઃ પાલડી વિસ્તારમાં સરાજાહેર થયેલ હત્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ પોલીસે આ ઘટનામાં 7 આરોપીઓની અટકાયત કરી છે. જેમા ત્રણ લોકોની આબુ રાજસ્થાનથી દબોચ્યા છે. જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર શહેરના પાલડી વિસ્તારમાં બે દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ નંબરપ્લેટ વગરની કાર યુવક પર ચડાવી દીધી હતી. બાદમાં આ શખ્સો નીચે ઉતરી યુવકને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે હાલ પોલીસે આ ઘટનામાં 7 આરોપીઓની અટકાયત કરી છે. જેમા સાતમાંથી ત્રણ લોકોની આબુ રાજસ્થાનથી દબોચ્યા છે. તો બાકીના ચાર આરોપીને અમદાવાદ, ગાંધીનગરમાંથી પકડી પાડવામાં આવ્યા છે. જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
