News of Sunday, 14th September 2025
ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા નવી પહેલ: સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોલીસને ટેગ કરતા પોલીસ તરત કાર્યવાહી કરશે
નાગરીકો સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસને ટેગ કરીને ફરિયાદ કરી શકશે:રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ આ નવી પહેલમાં સહકાર આપવા માટે અપીલ કરી

અમદાવાદ : ગુજરાત પોલીસે ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા નવી પહેલ કરી છે.હવેથી નાગરિકો ઓનલાઈન ફરિયાદ કરી શકશે.સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોલીસને ટેગ કરતા પોલીસ તરત કાર્યવાહી કરશે.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નાગરિકોને આ અંગે જાણકારી આપી છે.
પોલીસ હવે સોશિયલ મીડિયામાં કરેલી નાગરિકોની પોસ્ટને ધ્યાનમાં લઈને સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરશે.નાગરીકો સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસને ટેગ કરીને ફરિયાદ કરી શકશે.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ નાગરીકોને આ નવી પહેલમાં સહકાર આપવા માટે અપીલ કરી છે.
કઇ રીતે સોશિયલ મીડિયા પર કોઇપણ સમસ્યાને લઇને રજુઆત કે ફરીયાદ થઇ શકશે અને પોલીસ વિભાગ દ્વારા સમસ્યાનું નિવારણ લાવી કઇ રીતે તેનો જવાબ અપાશે.
ફરીયાદમાં જે સ્થળ પર ટ્રાફિકની ફરીયાદ કરાઇ છે તે સ્થળની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવ્યા બાદ પોલીસે અહીં જવાબ આપ્યો છે
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
