તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
સુરતમાં હાઇપ્રોફાઇલ સેકસ રેકેટ ચાલતુ હતુઃ પર્દાફાશ : સુરતના જહાંગીરપુરામાં પાર્ક પેવેલિયન નામની એક હોટલમાં ચાલતા હાઇ-પ્રોફાઇલ સેકસ રેકેટનો પર્દાફાશઃ ૧૩ વિદેશી મહિલાઓ, ૯ પુરૂષો સહિત રરની ધરપકડ
પોલીસે હોટલના મેનેજર સહિતનાની કરી ધરપકડઃ રૂપેશ નામના વ્યકિતએ કબુલાત કરી કે તે યુવતીઓને શરીર સુખ માણવા માટે મોકલ તો હતો

સુરતઃ હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું છે જેમાં 13 વિદેશી મહિલા પકડાઈ, વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવતો હતો, ૯ પુરૂષો સહિત રર લોકોની ધરપકડ કરવામાં આવી છે
સુરત પોલીસને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલમાં સેક્સ રેકેટ ચાલતો હોવાની બાતમી મળી હતી. પોલીસ જ્યારે દરોડા પાડવા હોટલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ, અંદરથી કોઈએ જવાબ ન આપ્યો. બાતમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોટલનો દરવાજો તોડી નાંખ્યો. દરવાજો તોડતા જાણ થઈ કે, ત્યાં એક હોલ હતો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. તેની બાજુના પેસેજમાં રૂમ નંબર 403માં 7 લોકો મળી આવ્યા હતા. અને રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે હોટલના મેનેજર રૂપેશ ઉર્ફે મેકિસી રમેશ મિશ્રા, બિપીન ઉર્ફે બંટી બાબરીયા અને હાઉસકીપર સંજય હિંગડે અને રાહુલ સોલંકીની ધરપકડ કરી છે. જેમાંથી રૂપેશે કબૂલાત કરી કે, તે યુવતીઓને શરીર સુખ માણવા માટે મોકલતો હતો. આ રેકેટનો મુખ્ય સંચાવક વિજય મોહન કસ્તૂરે છે, જે હોટલના ખર્ચ અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આખુંય રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલે છે. યોગેશ દિલીપ તાલેકર નામનો વ્યક્તિ બેન્ક ખાતામાં ગ્રાહકતો પાસેથી પેમેન્ટ લેવાનું કામ કરતો. તેમજ અશોક મામા નામનો ડ્રાઇવર મહિલાઓ લાવવા- લઈ જવાનું કામ કરતો હતો. ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના 3500 રૂપિયા લેવામાં આવતા. જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો અને મહિલાઓને 1500 રૂપિયા ચૂકવવામાં આવતા.
પોલીસે આ મામલે અમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, 1956ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 144(2) અને 54 હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ વિદેશી મહિલાઓની પૂછપરછ કરી રહી છે. આ મામલે હજુ નવા ખુલાસા થવાની આશંકા છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
