<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રિક્ષાએ એક પરિવારના 4 લોકોને અડફેટે લીધા

મંદિર જઈ રહેલા મહિલા અને બાળકને પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ ટક્કર મારી

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રિક્ષાએ એક પરિવારના 4 લોકોને અડફેટે લીધા છે. ગોડાદરાની ધ્રુવ પાર્ક સોસાયટી નજીક બની ઘટના બની છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચે. મંદિર જઈ રહેલા મહિલા અને બાળકને પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ અડફેટે લીધા હતા અને ઘટનામા એક મહિલા અને તેના બાળકોને ઈજા પહોંચી છે. ત્રણ વર્ષના બાળક અને 8 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સૈારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જી રિક્ષાચાલક રિક્ષા મુક ફરાર થયો છે.

(8:34 PM IST)