<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

દૂધધારા ડેરી ચૂંટણીમાં બળવા બાદ ભાજપની કડક વલણ : ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલમાંથી 6 ઉમેદવારોને સસ્પેન્ડ

ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં મોટું રાજકીય ડ્રામું સર્જાયું છે. ભાજપના મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે પક્ષે કડક વલણ અપનાવ્યું છે..

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલમાંથી 6 ઉમેદવારોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. જેમાં ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત હાંસોટના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામને સક્રિય તથા પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સમાન પ્રકારની સસ્પેન્શન કાર્યવાહી થવાની શક્યતા છે.

ગૌણ વાત એ છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 15 બેઠકોમાંથી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલની અને 3 બેઠક માટે અરૂણસિંહ રણાની પેનલને મેન્ડેટ આપ્યું હતું. છતાંય રણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે.

 
 

(10:25 PM IST)