<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

રામ રાખે તેને કોણ ચાખે, કહેવતને સાર્થક કરતી નર્મદા 108 ટીમ.

પીપલોદ હોસ્પિ..થી સગર્ભા માતાને રાજપીપળા સિવિલ હૉસ્પી. લાવતા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી: EMT સચિન મકવાણા એ પોતાની સૂજબુજ અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલેવરી કરાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા શરૂ થયેલી ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની છે. તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં થઈ રહી છે.એવું જોવા જતા કોકમ વિસ્તાર  ના 28 વર્ષના સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. મોઝદા ખાતે કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા EMT સચિન મકવાણા અને પાયલોટ રમેશ વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ ત્યાં પોંહચી અને તપાસ કરતા માલુમ પડ્યું કે માતાને અસહ્ય પીડા થવાથી રસ્તા માં(એમ્બ્યુલન્સ) જ પ્રસુતિ થઈ જાય એવું માલુમ પડતાં દર્દી મહિલા સગર્ભાને અસહ્ય દુખાવો હતો એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડતા તેવું લાગતા EMT સચિન મકવાણા દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે રસ્તા માં જ ડીલીવરી થઈ જાય એમ છે, EMT સચિન મકવાણા એ પોતાની સૂજબુજ અને તાલીમ ના અનુભવ ના આધારે માતા ને નોર્મલ ડિલેવરી કરાવી રસ્તા માં સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી, જ્યાં માતાએ દીકરી ને જન્મ આપ્યો હતો. માતાની સહી સલામત પ્રસૂતિ કરાવીને ERCP ડો. ઠક્કર અને ડૉ. રામાણીને કોલ કરી નિષ્ણાત તબીબની સલાહ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, દવાઓ તથા ટેકનીકનો ઊપયોગ કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો,  ત્યારબાદ નજીક ની GMERS રાજપીપળા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને માતાને બાળકનો જીવ બચાવ કરતા પરિવારે ૧૦૮ તથા ૧૦૮ના કર્મચારીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

(10:48 PM IST)