<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

મહેસાણાની ફેબહિંદ કંપનીમાં વીજકરંટ લાગવાથી બે કામદારોના કરુણ મોત: અન્ય છ શ્રમિકો ઘાયલ

બે યુવાનોને કરંટ લાગતાં તેમને બચાવવા ગયેલા અન્ય છ શ્રમિકો પણ કરંટની ઝપેટમાં આવી ગયા

મહેસાણાની ફેબહિંદ કંપનીમાં એક ગમખ્વાર ઘટના બની છે, જેમાં વીજકરંટ લાગવાથી બે કામદારોના કરુણ મોત થયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. આ દુર્ઘટના ક્રેન બંધ પડી જતાં તેને ધક્કો મારતી વખતે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ક્રેન વીજળીની લાઈનને અડી જતાં આ કરંટ લાગ્યો હતો. શરૂઆતમાં બે યુવાનોને કરંટ લાગતાં તેમને બચાવવા ગયેલા અન્ય છ શ્રમિકો પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં દીપક ચૌધરી અને મિતરંજન ચૌધરી નામના બે યુવાનોના મોત થયા છે, જ્યારે ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.


 

(11:58 PM IST)