<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ઈતિહાસ રચાયોઃ ભુજમાં ૧૧ હજાર દીકરીઓએ સ્‍વરક્ષાના સંકલ્‍પ લઈ ગીતાનું પઠન કર્યું

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્‍ત ઉપક્રમે રક્ષા-દિક્ષા મહોત્‍સવનું આયોજન કરાયું : વર્લ્‍ડરેકોર્ડ સર્જાયોઃ ૨૫ હજાર લોકોની ઉપસ્‍થિતિમાં ૧૧,૮૦૦ દીકરીઓએ ‘મા દુર્ગા'નું સ્‍વરૂપ ધારણ કરવાના સંકલ્‍પ લીધા

 

રાજકોટઃ આજની યુવાપેઢીના ભવિષ્‍ય માટે પ્રવર્તમાન પરિસ્‍થિતિમાં ‘વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મ'ના મંત્રને સામાજિક સ્‍તરે સકારાત્‍મક અને પ્રતિકારાત્‍મક માનસિકતાને ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન, અમદાવાદ અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્‍ત ઉપક્રમે કચ્‍છની ધન્‍ય ધરા પર ઐતિહાસિક રક્ષા-દીક્ષા મહોત્‍સવનું આયોજન કરાયું હતું. ભુજમાં સ્‍વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત ૧૧ હજાર ૮૦૦ દીકરીઓએ સ્‍વરક્ષાના સંકલ્‍પ લીધા છે. તો સાથે દીકરીઓમાં ધર્મ અને સંસ્‍કૃતિ પ્રત્‍યે નિષ્ઠા વધે તે ઉદ્દેશ્‍યથી સ્‍વદીક્ષા માટે શ્રીમદ્‌ ભગવત ગીતાના ૧૨મા અધ્‍યાયનું પઠન કરી વર્લ્‍ડ રેકોર્ડ સર્જ્‍યો છે.

રક્ષા-દીક્ષા મહોત્‍સવમાં સમગ્ર કચ્‍છના ૧૨૫ ગામડાઓમાંથી લગભગ ૨૫ હજારથી વધુ લોકોની ઉપસ્‍થિતિમાં ૧૧,૮૦૦ દીકરીઓએ ભાગ લીધો. ભુજના રક્ષા-દિક્ષા મહોત્‍સવમાં ૫૧થી વધુ દીકરીઓએ પ્રતિકાત્‍મક રીતે તલવારબાજી અને લાઠીદાવ કરી સ્‍વરક્ષા અભિયાન અંગે પર્ફોમન્‍સ આપ્‍યું હતું. મહત્‍વનું છે કે રક્ષા-દીક્ષા મહોત્‍સવમાં વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના કચ્‍છ જિલ્‍લા સંગઠનના ૫૦૦થી વધુ સ્‍વયંસેવકો ભાઈઓ અને બહેનોની એક મહિનાની મહેનત રંગ લાવી છે.

અસામાજિક તત્‍વો સામે દીકરીઓએ મા દુર્ગાનું રુપ ધારણ કરવાનું છેઃ આર.પી.પટેલ

રક્ષા-દીક્ષા મહોત્‍સવ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે દીકરીઓને સ્‍વરક્ષાની ટ્રેનિંગ આવીએ સમયની માગ છે. આ કાર્યક્રમ દીકરીઓમાં પ્રતિકાર કરવાની ભાવના પેદા કરવાનો છે. અસામાજિક તત્‍વો સામે દીકરીઓએ લક્ષ્મી નહીં પણ મા દુર્ગાનું રૂપ ધારણ કરવાની જરૂર છે. ૧૧ હજાર દીકરીઓએ મા-બાપની ઈચ્‍છાથી લગ્ન કરવાના પણ સંકલ્‍પ લીધા છે.

‘વીરતા પરમો ધર્મ'ના ઉદ્દેશ્‍ય માટે રક્ષા-દિક્ષા મહોત્‍સવ અત્‍યંત સમયોજિતઃ મુખ્‍યમંત્રી

રક્ષા-દીક્ષા મહોત્‍સવ અંગે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે દીકરીઓને સંબોધી એક પત્ર લખ્‍યો હતો. જેમાં તેમણે જણાવ્‍યું કે વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મના મંત્રને ચરિતાર્થ કરવા સર્વ સમાજની દીકરીઓ માટે આયોજિત રક્ષા-દીક્ષા મહોત્‍સવ અત્‍યંત સમયોજિત છે.  કેમ કે સમાજની સાચી શક્‍તિ ત્‍યારે જ પ્રગટે છે જ્‍યારે દરેક વર્ગ, દરેક જાતિ, દરેક પંથ, દરેક પરિવારમાંસ્ત્રીઓને સમાન અવસર મળે છે.

દીકરીઓ લીપસ્‍ટીક નહીં પર્સમાં ચપ્‍પુ રાખેઃ પૂજ્‍ય આત્‍માનંદ સરસ્‍વતી

રક્ષા-દીક્ષા મહોત્‍સવ અંગે વાત કરતા સંતસિરોમણી આત્‍માનંદ સરસ્‍વતી જણાવે છે કે દીકરીઓએ પર્સમાં લીપસ્‍ટીક નહીં ચપ્‍પુ રાખવાની જરૂર છે. આત્‍મરક્ષા માટે કંઈ પણ કરવું એ ગુનો નથી. (૩૮.૧૭)

(10:23 AM IST)