<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

નકલી પનીરથી કેન્‍સર, અલ્‍સર, હૃદયમાં બ્‍લોકેજ થવાનું જોખમ

નકલી પનીર ખાતા પહેલા ચેતવું જરૂરી : ગુજરાતમાં મળતું ૯૨ ટકા પનીર નકલી હોય છે, અનેક હોટેલ-રેસ્‍ટોરન્‍ટમાં ભેળસેળવાળું પનીર ખવડાવાય છે

 

અમદાવાદ, તા.૧૫: તાજેતરમાં સુરત ખાતે ૩૧૫ કિલો શંકાસ્‍પદ પનીરનો જથ્‍થો ઝડપાયો હતો. વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે, નકલી પનીર સાથે ઝડપાયેલો આરોપી છેલ્‍લા ચાર મહિનાથી નકલી પનીરનું વેચાણ કરતો હતો. જેના ઉપરથી આ નકલી પનીરે કેટલા લોકોનું સ્‍વાસ્‍થ્‍ય બગાડ્‍યું હશે તે ચિંતાનો વિષય છે. ડોક્‍ટરોના મતે, નકલી પનીર આરોગવાથી કેન્‍સર, અલ્‍સર, હૃદયમાં બ્‍લોકેજ થવાનું જોખમ રહે છે.

ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિયેશન દ્વારા પણ તાજેતરમાં એવો ખુલાસો કરવામાં આવ્‍યો હતો કે ગુજરાતમાં મળતું ૯૨ ટકા પનીર નકલી હોય છે. ફુડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્‍યભરની ૩૦૦ થી વધુ હોટલોમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્‍પલ સર્વે કરવામાં આવ્‍યો હતો. આ સેમ્‍પલ સર્વેમાં જુદી જુદી હોટલોમાંથી લેવામાં આવેલાં ૩૫ ટકાથી વધુ પનીરના સેમ્‍પલ ફેઈલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેલવાળું પનીર હોવાનું ફુડ એન્‍ડ ડ્રગ કન્‍ટ્રોલ ઓથોરિટીના સૂત્રો જણાવે છે.

આમ, ૩૦૦માંથી ૧૦૦ જેટલી હોટલોમાં નકલી અથવા ભેળસેળવાળું પનીર લોકોને ખવડાવવામાં આવતું હતું. જેના લીધે લોકો ગંભીર બિમારીનો ભોગ બની શકે છે. પનીરના સેમ્‍પલ સર્વેમાં ફેઈલ થયેલાં ૧૦૦ થી વધુ સેમ્‍પલો માં પામ ઓઇલ, સોયા બીન ઓઈલ, એસીડીકની ભેળસેળ કરવામાં આવી હોવાનું બહાર આવ્‍યું છે. જે તગડો નફો & કમાવવા લોકોના આરોગ્‍ય સાથે ચેડાં છે. સામાન્‍ય રીતે પનીર ને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્‍ટાન્‍ડર્ડ પનીર જેમાં ૫૦ ટકાથી વધુ મિલ્‍ક ફેટ હોય છે. જ્‍યારે મીડિયમ ફેટ પનીર જેમાં ૨૦ થી છે. જે ખાવાથી લોકો જાત જાતના ગંભીર રોગનો ભોગ બને છે.

ડોક્‍ટરોના મતે જો કોઈ વ્‍યક્‍તિ ક્‍યારેક આવું ભેળસેળ યુક્‍ત પનીર ખાય તો તેને ટૂંકાગાળા માટે અપચો, વોમિટિંગ, ૫૦ ટકા જેટલું મિલ્‍ક ફેઈટ હોય છે જ્‍યારે લો ફેટ પનીર જેમાં ૨૦ ટકા જેટલું મિલ્‍ક ફેટ હોય છે.

તેમાંથી સ્‍ટાન્‍ડર્ડ પનીર લોકોને ભોજન તરીકે પીરસી શકાય છે. પરંતુ નકલી કે ભેળસેળવાળુ પનીર બનાવનાર ૧૦ થી ૧૫ ટકા મિલ્‍ક ફેટવાળા પનીરને સ્‍ટાન્‍ડર્ડ પનીર બનાવવા તેમાં પામ ઓઇલ કે સોયા ઓઈલ અને એસીડીક એસિડ ભેળવે ડાયેરિયા, માથાનો દુઃખાવો, ગેસ્‍ટરાઈટીસ અને એલજી જેવી તકલીફો થાય છે. પરંતુ જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવા માં આવે તો પેટ નું અલ્‍સર, પેટનું કેન્‍સર, કોલેસ્‍ટ્રોલમાં વધારો થાય છે જેથી હૃદય અને મગજ ની ધમનીઓમાં બ્‍લોકેજ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત કિડની, લીવર અને ડાયાબિટીસની પણ તકલીફ થઈ શકે છે.(૪૦.૧૪)

નકલી પનીરને ઓળખવું કઈ રીતે?

અસલી પનીર એકદમ નરમ હોય છે જ્‍યારે નકલી પનીર તોડવામાં આવે ત્‍યારે ૨બ્‍બરની જેમ ખેંચાય છે.

પનીર અસલી છે કે નકલી તે ચકાસવા પનીરને ગરમ પાણીમાં ઉકાળો. તેમાં સોયાબિન પાઉડર અથવા લોટ ઉમેરો. લોટ ભેળવતા જ નકલી પનીરનો રંગ બદલાઈ જશે.

ડિટરજન્‍ટ અથવા યુરિયા વડે બનાવેલા પનીરનો રંગ ઉકાળતી વખતે લાલ થઈ જાય છે.

પનીરને પાંચ મિનિટ ગરમ પાણીમાં ઉકાળ્‍યા પછી ટિંક્‍ચર આયોડિનના ટીપાં ઉમેરો. આ પછી રંગ વાદળી થાય તો તે પનીર નકલી છે.

(10:32 AM IST)