News of Monday, 15th September 2025
કર્ણાવતી ક્લબની ચૂંટણી પહેલાં ગંભીર આક્ષેપથી ગરમાવો : પોસ્ટર રોડ પર લગાવ્યા :ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ
ક્લબના વહીવટને લઈને મેમ્બરો અને શહેરીજનોમાં ભારે ચર્ચા જાગી:આ પોસ્ટરોમાં 'ચોરોને કાઢો' જેવા શબ્દોનો ઉપયોગ થયો :ક્લબની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા.

અમદાવાદ : તાજેતરમાં કર્ણાવતી ક્લબના 31 ડિરેક્ટરોમાંથી 10 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આજે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર સત્તાપક્ષના ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપ કરતા પોસ્ટરો લગાવવામાં આવતાં ક્લબનું રાજકારણ ગરમાયું છે. ક્લબના વહીવટને લઈને મેમ્બરો અને શહેરીજનોમાં ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટરોમાં 'ચોરોને કાઢો' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે ક્લબની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે.
કર્ણાવતી ક્લબની આ વર્ષની ચૂંટણીમાં અનેક નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 સભ્ય ડિરેક્ટરોમાંથી 10 ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ રહી છે. આ વખતે ક્લબના કેટલાક સભ્યોએ સત્તાપક્ષની સામે એક અલગ જૂથ બનાવીને ફોર્મ ભર્યા છે. ક્લબના પ્રમુખ દુર્ગેશ બુચની પેનલમાં રહી ચૂકેલા વિરલ પટેલે પણ અલગ થઈને નવી પેનલ બનાવી છે. આ રાજકીય ગરમાવો ક્લબના આંતરિક વહીવટમાં ચાલી રહેલી ખટપટનો સંકેત આપે છે.
પોસ્ટરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ ક્લબના સભ્યોથી લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ પહેલાં જ આ પ્રકારના બેનરો લાગવાથી સ્પષ્ટ થાય છે કે ક્લબના આંતરિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
