News of Monday, 15th September 2025
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા વિરામ ઉપરઃ માત્ર ૩૭ તાલુકાઓમાં ૨ ઇંચ જેટલો વરસાદ
ઉકાઇ ડેમની જળસપાટી હાઈ એલર્ટ લેવલને પાર, ૩૪૧ ફૂટ નો અંક વટાવ્યો, ડેમ ૯૦% ભરાઈ ગયોઃ તંત્ર સતત એલર્ટ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી તા.૧૫: ભાદરવા માસના પિતૃપક્ષમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા વિરામ ઉપર જણાય છે
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૪૧.૦૩ ફૂટે પહોંચી છે ડેમ માં ૨૨૬૧૨ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૨૨૬૧૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઉકાઇ ડેમની હાઈ એલર્ટ સપાટી ૩૪૦ ફૂટ છે એટલે કે હાલ માં હાઈ એલર્ટ કરતા ૧ ફૂટ વધુ છે, આવતીકાલે તા.૧૭ સપ્ટેમ્બર પછી રૂલ લેવલ સપાટી ૩૪૫ ફૂટ થશે, હાલ માં ડેમ ૯૦% ભરાઈ ગયો છે, જેને પગલે તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૩૭ તાલુકા ઓ માં ૧ મીમી થી લઈ ને ૪૫ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે, આ સાથે રાજ્યમાં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૧૦૮.૨૧% નોંધાયો છે, જેમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.
ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો કપરાડા ૩૪ મીમી, છોટાઉદેપુર ૩૧ મીમી, ઉમરગામ ૨૯ મીમી, આહવા ૨૬ મીમી, કુકરમુંડા ૨૪ મીમી, અંકલેશ્વર ૧૫ મીમી, નિઝર ૧૩ મીમી, વઘઇ ૧૧ મિમી, ભરૂચ ૧૦ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૨૩ તાલુકા ઓ માં ૧ થી ૯ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજા ડાંગ પંથક માં મહેર વરસાવી રહ્યા છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
