<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ગુજરાતના ૨૮૦ વકીલ મંડળોની ચુંટણી જાહેર ૧૯ ડિસેમ્‍બરે‘વન બાર વન વોટ'હેઠળ ચુંટણી પ્રોગ્રામ જાહેર

રાજકોટ, તા.૧૫: સમગ્ર ગુજરાતના વકીલમંડળોની ચુંટણી જાહેર કરવાનો બારકાઉન્‍સિલ ઓફ ગુજરાતના જનરલ બોર્ડમા નિર્ણય લેવાયો

બારકાઉન્‍સિલઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે.પટેલના અધ્‍યક્ષપદ હેઠળ  મળેલ મીટીંગમા તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ગુજરાતના ૨૮૦ બાર એસોશીએશન ની ચુંટણી ફરજીયાત યોજવાની નક્કી કરેલ. અને જેગા તા. ૧૫/૧૧/૨૦૨૫ સુધી ‘‘વન બાર વન વોટ'' હેઠળ બાર એસોશીએશનના સભ્‍ય બનનાર જે તે બાર એસોશીએશનમા મતદાન કરી શકશે. અને એ બાર એસોશીએશને તા.૨૦/૧૧/૨૦૨૫ સુધીમા મતદારયાદીનુ લીસ્‍ટ બાર કાઉનિસલ ઓફ ગુજરાત ને મોકલવાનુ રહેશે.

કોઈપણ ધારાશાસ્‍ત્રી ‘‘વન બાર વન વોટ''હેઠળ સભ્‍ય બનવા માંગતો હોય તેમ છતા તેમને બાર એસોશીએશનના સભ્‍ય ન બનાવે તો તેવા ધારાશાસ્‍ત્રીએ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતને ‘‘વન બાર વન વોટ'' હેઠળનુ ફોર્મ તેમજ બાર એસોશીએશનના સભ્‍ય બનવાની અરજી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની મીટીંગમા આજરોજ ૫ સભ્‍યો ની ઇલેક્‍શન કમિટી બનાવવામા આવેલ અને કોઇપણ બાર એસોશીએશનમા ચુંટણીમા ગેરરીતી અથવા ચુંટણી પ્રક્રિયા મા ખામી જણાય તો બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતને અપીલ કરી શકશે.

વધુમા આજની સભામા  સુપ્રિમ કોર્ટ મા સ્‍પેશીયલ સીવીલ એપ્‍લીકેશન ન.૮૧૯/૨૦૨૪ મા ગુજરાતના હાઇકોર્ટ બાર એસોશીએશન તેમજ ૩૪ ડીસ્‍ટ્રિક્‍ટ બાર એસોશીએશન ની આપેલ આદેશ અનુસાર ટ્રેઝરરની પોસ્‍ટ મહીલા ધારાશાષાી માટે રીઝર્વ રાખવાની રહેશે તેમજ એક્‍ઝીકયુટીવ કમીટીમા ૩૦%મહીલા ધારાશાસ્‍ત્રીઓને નામદાર સુપ્રીમ કોર્ટ ના ચુકાદા અનુસાર પ્રતિનિધીત્‍વ આપવાનુ રહેશે અને તે મુજબ ઉપરોકત ચુકાદાનુ લાગતા-વળગતા બાર એસોશીએશઓએ અક્ષરસહ પાલન કરવાનુ રહેશે.

આજની મીટીંગમા જે ધારાશાસ્‍ત્રીઓ એ હજીસુધી બારકાઉ, ઓફ ઇન્‍ડીયાનું વેરીફીકેશન રૂલ્‍સ ૨૦૧૫ હેઠળનાા ફોર્મ ભરેલ નથી તેવા તમામ ધારાશાષાીઓને ૩૦ દિવસમા વોટસએપ મેસેજ દ્વારા ફોર્મ ભરવા માટે તેમજ તે સાથે તેમના શૈક્ષણિક અભ્‍યાસની માર્કશીટસ મોકલી આપવા જાણ કરવામા આવશે.

બાર કાઉન્‍સિલ ઓફ એઓફ ગુજરાતના વાઈસ-ચેરમેન મુકેશ સી.કામદાર,  બાર કાઉનિસલ ઓફ ઇંડિયા ના સભ્‍ય શ્રી દિલીપ કે.પટેલ, એનરોલમેન્‍ટ કમીટી ના ચેરમેન  મનોજ એમ.અનડકટ, ફાઈનાન્‍સ કમીટીને ચેરમેન અનિલ સી.કેલ્લા, રૂલ્‍સ કમીટીના ચેરમેન  પ્રવીણ ડી.પટેલ, જીએલએચ કમીટીના ચેરમેન ભરત વી.ભગત તથા સભ્‍યો કિરીટ એ.બારોટ, દીપેન કે.દવે, શ્રી શંકરસિંહ એસ.ગોહિલ,  હિતેશ જે.પટેલ, રમેશચંદ્ર એન.પટેલ, વિજય એચ.પટેલ,  કિશોરકુમાર આર.ત્રિવેદી,  કરણસિંહ બી.વાઘેલા,  અનિરૂધ્‍ધસિંહ એચ. ઝાલા,  પરેશ આર. જાની, રણજીતસિંહ એ.રાઠોડ, ગુલાબખાન એમ.પઠાણ તથા પરેશ એચ.વાઘેલા નાઓએ આજની મીટીંગમાં હાજર રહી ચર્ચામા ભાગ લીધેલ. હતો.

(4:56 PM IST)