<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઇને સુરતમાં હોસ્પિટલ, ઇલેક્ટ્રીક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટમાં 5થી લઈને 100 ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળશે

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે 'ડિસ્કાઉન્ટ દિવસ' તરીકે કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષથી સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ પરંપરા

સુરત તા.૧૫ : PM મોદીના જન્મદિવસને લઇ સુરતમાં ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. સુરત પ્રશ્ચિમ વિધાન સભામાં 17 સપ્ટેમ્બરની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરાશે. છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર એક દિવસ માટે આપવામાં આવે છે. PM મોદીના જન્મદિવસને લઇ હોસ્પિટલ, ઇલેક્ટ્રીક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટમાં 5થી લઈને 100 ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળશે.

મળતી માહિતી મુજબ, સુરતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે 'ડિસ્કાઉન્ટ દિવસ' તરીકે કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ પરંપરા ચાલી રહી છે. ૧૭ સપ્ટેમ્બરે હોસ્પિટલ, ઇલેક્ટ્રીક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટ, રિક્ષા ભાડું, કરિયાણા, ફરસાણ, રેસ્ટોરન્ટ, જ્યુસ શોપ અને હેર કટિંગની દુકાનો સહિત અનેક જગ્યાએ લોકોને 5થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. 

આ દિવસે સુરતની કેટલીક હોસ્પિટલોમાં બાળકીનો જન્મ થાય તો પ્રસુતિ ચાર્જ માફ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, 'વય વંદના કાર્ડ'નો લાભ મેળવનાર 3000 વડીલોને અંબાજી અને વડનગરની યાત્રા કરાવવામાં આવશે. આ વડીલો અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે અને વડનગરમાં હાડકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારા યજ્ઞમાં ભાગ લેશે.

(5:12 PM IST)