તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ
ડ્રગ્સ ૬૬ ગ્રામ ૨૮૦ મીલીગ્રામ, કિંમત રૃા.૬,૬૨,૮૦૦નો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી ઝડપાઇ

વડોદરા,તા.૧૫
કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સ ૬૬ ગ્રામ ૨૮૦ મીલીગ્રામ, કિંમત રૃા.૬,૬૨,૮૦૦નો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી નીલોફર મુન્ના સલમાનીને વડોદરા શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડી છે.
ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા તેમજ શહેરમાં એન.ડી.પી.એસ., પ્રોહીબિશન તેમજ મિલ્કત સંબધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના અને માર્ગદર્શન આધારે ડભોઇ રોડ ઉપરથી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરી હતી. જ્યાં આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ (રહે. બ્લોક નં-૨૩, રૃમ નં-૩૨, મહાનગર વુડાના મકાનમાં ડભોઇ રોડ)નાનો પ્રતાપગઢ રાજસ્થાન ખાતેથી લાવેલ માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સનો જથ્થો ૬૬ ગ્રામ ૨૮૦ મીલીગ્રામ, કિ.રૃા.૬,૬૨,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ. રૃ.૬,૭૩,૧૩૦ના મુદામાલ સાથે પકડી લીધી છે. પકડાયેલ આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ તથા ફરારઆરોપી કાલુ તથા ડ્રગ્સ મંગાવનાર નિલોફર મુન્નાભાઇ સલમાની વિરૃધ્ધ કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પો.ઇન્સ એસ.ડી. રાતડાનાઓના માર્ગદર્શન હેઠળ ગુનાની સધન તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં લાગતા ગુનામાં આરોપી નિલોફર મુન્ના સલમાની (રહે. સનફાર્મા રોડ, રોયલ વુડાના મકાનમાં બ્લોક નં ૬ના મકાન નં. ૬૭) ખાતે તેની મમ્મી જૈતુન રહેમાન શેખના ઘરે આવેલ છે તેવી બાતમી મળી હતી. જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા વોન્ટેડ આરોપી મળી આવી હતી. આ સાથે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
