News of Monday, 15th September 2025
ઓલપાડની કુડસદ GIDCમાં નર્કાગાર જેવી સ્થિતિનું સર્જન થયું
સુરતની બદસુરત સ્થિતિ સામે આવીઃસ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત નર્કની ગલીમાં આપનું સ્વાગત છે આવો કાળા કેમિકલયુક્ત ગરમ પાણીનો અનુભવ કરો

સુરત,તા.૧૫
સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર રહેતા સુરતની બદસુરત સ્થિતિ સામે આવી છે. શહેરના ઓલપાડની કુડસદ GIDCમાં નર્કાગાર જેવી સ્થિતિનું સર્જન થયું છે. ગટર અને કેમિકલના પાણીનો નિકાલ નહીં થતાં લોકો અકળાયા છે. આ વિસ્તારમાં કેટલાક બેનરો લાગ્યાં છે. જેમાં લખ્યું છે GPCB અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત નર્કની ગલીમાં આપનું સ્વાગત છે. આવો કાળા કેમિકલયુક્ત ગરમ પાણીનો અનુભવ કરો.
સુરત શહેરના ઓલપાડમાં કુડસદ GIDCમાં ઔદ્યોગિક એકમો બેરોકટોક ગંદુ પાણી છોડે છે. જેનો ક્યારેય નિકાલ આવતો નથી. રસ્તા પર પણ આવા પાણી ફરી વળતાં સ્થાનિક લોકો અકળાયા હતાં. આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાતા કેટલાક બેનરો લાગ્યા હતાં. જેમાં લખ્યું છે કે, GPCB અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત નર્કની ગલીમાં આપનું સ્વાગત છે. આવો કાળા કેમિકલયુક્ત ગરમ પાણીનો અનુભવ કરો. આ પ્રકારના બેનરો લગાવી લોકોએ વિરોધ કર્યો છે.
આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા બેરોકટોક ગંદુ અને કેમિકલ વાળુ પાણી છોડવામાં આવે છે. જેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. રજૂઆતો કરવા છતાંય તેનો નિકાલ નહીં થતાં લોકો અકળાયા હતાં. લોકોએ બેનરો લગાવીને અનોખો વિરોધ કર્યો હતો. ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને સ્થાનિક તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતુ હોવાનું લોકોએ જણાવ્યું હતું. બારેમાસ લોકોને આ પ્રકારની સ્થિતિમાં રહેવું પડે તેવી મજબૂરી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
