<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત શિક્ષકોની સેવા, સુરક્ષા માટે પીએમને હસ્તક્ષેપ કરવા અપીલ

નર્મદા જિલ્લા સંગઠને પ્રધાનમંત્રીને સંબોધન કરી કલેક્ટરને આપ્યું આવેદન

(  ભરત શાહ દ્વારા ) નર્મદા :અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવ્યું હતું કે સંગઠન દ્વારા 1 સપ્ટેમ્બર 25 ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી અને રાજ્યસ્તરે આંદોલન હાથ ધર્યું છે.

  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના પ્રમુખ દેવેન્દ્ર જાદવે આવેદનપત્રની બાબત સમજાવતા જણાવ્યું હતું કે આ ચુકાદા અનુસાર ધોરણ 8 સુધી ભણાવતાં તમામ સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત કરી દેવામાં આવી છે, ભલે તેમની નિમણૂંકની તારીખ કોઈ પણ હોય. આ સ્થિતિ દેશભરના લાખો શિક્ષકોની સેવા, સુરક્ષા અને રોજગારને સંકટમાં મૂકી શકે છે.
    અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે આર.ટી.ઈ અધિનિયમ 2009 અને એન.સી.ટી.ઈ નું તા.23 ઓગસ્ટ 2010 ની જાહેરનામા મુજબ બે અલગ અલગ શ્રેણીઓ માન્ય હતી.2010 પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકો, જેઓને પાત્ર માનવામાં આવ્યા હતા અને જેમને TETમાંથી છૂટ આપવામાં આવી હતી, તથા 2010 પછી નિમણૂંક પામેલા શિક્ષકો, જેમને નિશ્ચિત સમયગાળામાં TET પાસ કરવું જરૂરી હતું. ન્યાયાલયના આ ચુકાદાએ આ ભેદને અવગણ્યો છે, જેના કારણે 2010 પૂર્વે નિયમિત રીતે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત બની ગઈ છે. આમ રાજ્યમાં 20 લાખથી વધુ શિક્ષકોને અસર પડી શકે એમ છે. પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે આ ચુકાદાને માત્ર ભવિષ્યલક્ષી રીતે અમલમાં મૂકવામાં આવે, 2010 પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવા, સુરક્ષા અને ગૌરવની રક્ષા કરવામાં આવે અને જરૂરી નીતિગત અથવા કાનૂની પગલાં લઈને લાખો શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે.

 

(11:22 PM IST)