News of Monday, 15th September 2025
નર્મદા : સિસોદ્રા ગામમાં આપના ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં ૪૦૦ જેવા લોકો આપમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે તેમ છતાં પણ ઘણા બધા ગામો વિકાસથી વંચિત છે: શિક્ષણ, આરોગ્ય, શિક્ષિત બેરોજગારો, જમીન સંપાદનો, પેપર લીક, બોગસ કર્મચારીઓ, બોગસ ઓફિસો, ખરાબ રોડ રસ્તાઓ થી કંટાળીને હવે લોકો આપ ને પસંદ કરી બદલાવ ઈચ્છે છે : નિરંજન વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામ ખાતે આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં યોજાયેલા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુ ગામના આગેવાનો, ચૂંટાયેલા સરપંચ, માજી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા, ચૈતરભાઈ જે હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો સરકારમાં ઉઠાવે છે એમના પર ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવ્યા છે જે હવે દરેક સમાજ આ બાબતે તાનાશાહી સરકારને બદલવા માંગી રહી છે અને પાર્ટીની વિચારધારા અને કામગીરીને જોઈને આજે ૪૦૦ જેવા લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. દરેક ગામે ગામ લોકોનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે તેમ છતાં પણ આજે ઘણા બધા ગામો વિકાસથી વંચિત છે જેમને આજે પણ માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી એ માટે હવે દરેક ગામે ગામ લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી કંટાળી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે, હવે દરેક ભાઈઓ બહેનો યુવાઓ આજે બદલાવ ઇચ્છિ રહ્યા છે, આજે શિક્ષણ, આરોગ્ય, શિક્ષિત બેરોજગારો, જમીન સંપાદનો, પેપર લીક, બોગસ કર્મચારીઓ, બોગસ ઓફિસો, ખરાબ રોડ રસ્તાઓથી કંટાળીને હવે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી બદલાવ કરવા ઈચ્છી રહ્યા છે માટે હાલમાં લોકોનું મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે તેમ આમ આદમી પાર્ટી, નર્મદાના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
