News of Monday, 15th September 2025
દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામ પંચાયતને સરપંચએ બે મહિનાથી તાળું મારી દેતાં ડીજીટલ કામગીરી ખોરવાઈ
વીસીઈ અને સરપંચ વચ્ચે મતભેદ થતા બે મહિનાથી ગ્રામપંચાયત કચેરીને સરપંચે તાળું મારી દીધું:સરપંચએ ટીડીઓ સહિત સીએમને પણ રજૂઆત કરી છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામપંચાયતને છેલ્લા બે મહિનાથી સરપંચે તાળું મારી દેતા કામગીરી ખોરંભે ચઢી છે. જોકે સરપંચ અને વીસીઈ વચ્ચે મતભેદ થતા સરપંચે તાળું માર્યું હોવાનું જાણવા મળ્યું છ
અમે આ બાબતે ત્યાંના વીસીઈ યોગેશભાઈ વસાવાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ત્યાં વારંવાર ઇન્ટરનેટ બંધ થાય કે અન્ય ઓનલાઇન તકલીફ હોય કામગીરી પૂરી કરવા મારે રાત્રે પણ પંચાયત કચેરીમાં બેસવું પડે છે, તેમાં સરપંચ વાંધો ઉઠાવી કામગીરી કરતો નથી તેવી વાતો કરી માથાકૂટ કરે છે.
જ્યારે આ બાબતે ગામના સરપંચ રઘુભાઈ સાથે ટેલિફોનીક વાત કરી તો તેમણે જણાવ્યું કે વીસીઈ યોગેશ કામગીરીના ખોટા અને વધારાના રૂપિયા લોકો પાસે લે છે અને રાત્રે પંચાયત કચેરીમાં કોઈ કામગીરી નથી કરતો પણ બધા ને ભેગા કરી નાટક કરે છે, હું એને પગાર આપું છું તો મારું કહેલું એણે માનવું જોઈએ જે નથી માનતો અને પોતાની મનમાની કરે છે, તેમજ અમુક પાર્ટી ના લોકોના કામ નહી કરી અમુક ના જ કરે છે જે ખોટું છે કોઈપણ વ્યક્તિ સાથે પક્ષપાત નહી રાખી તમામ લાભાર્થીઓ ના કામ તેણે કરવા પડે. 30 જેટલા લોકો ના ખોટી રીતે ઘર નંબર આપી રજીસ્ટર માં આ ઘર ચઢાવી દીધા છે એ વીસીઇ ની સત્તા મા નથી છતાં આમ કર્યું, તેમજ કેવાયસી કરવા માટે પણ લોકો પાસે ખોટા રૂપિયા પડાવી લીધા છે. અને રાત્રે કચેરી ખોલી બેસતો હોવાથી મેં કચેરી ને તાળું માર્યું ત્યારબાદ ટીડીઓ અને સીએમ ને રજૂઆત કરી જેમાં ટીડીઓ એ પંચાયત નો ઠરાવ કરી આપો તેમ કહેતા અમે ઠરાવ પણ ટીડીઓ ને આપ્યો છતાં કોઈજ કાર્યવાહી નહીં થતા આખરે મેં તાળું મારી દીધું.
ત્યારબાદ અને દેડિયાપાડા ટીડીઓ જગદીશ સોની નો સંપર્ક કરી હકીકત જાણવા પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી
પ્રકરણમા મહત્વની વાત એ છે કે સરપંચ અને વીસીઈ વચ્ચેના મતભેદમાં ગ્રામ પંચાયત કચેરીને તાળા માર્યા એ બાબત ગામમાં ચર્ચાસ્પદ બની છે, જોકે વીસીઇ જો ખોટું કામ કરતા હોય તો રંગે હાથ પુરાવા સાથે પકડી ઉપરી અધિકારીઓ સમક્ષ રજુઆત કરી આગળની કાર્યવાહી કરવી જોઈએ. ગ્રામ પંચાયત કચેરી નું તાળું ખોલાવવા માટે અધિકારીઓ કાર્યવાહી કરે તે જરૂરી છે
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
