<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ઈન્ક્મટેક્સના પોર્ટલમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાતા ટેક્સ કન્સલ્ટન, વેપારીઓ હેરાન

50 ટકા આઇટી રિટર્નના ફોર્મ ભરવાના બાકી હોય મુદત વધારવા માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા એકાઉન્ટ એન્ડ ટેક્સ કન્સલ્ટન એસોસિયેશન દ્વારા કેન્દ્ર્ર સરકાર નાણાં મંત્રીને ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લાંબાવવાની માંગ કરી છે, આવકવેરા રિટર્ન તથા ટેક્સ ઓડિટ રિપોર્ટ માટે સમયમર્યાદા વધારવાની રજુઆત કરવામાં આવી છે. પરંતુ ITR યુટિલિટી અને ઓડિટ ફોર્મનું મોડું પ્રકાશન થયું, પોર્ટલમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ અને સુધારેલી નાણાકીય વિગતોનાં અમલ માટે વધારવાની જરૂરી છે તો સરકાર આઇટી વિભાગ આ બાબતે તાત્કાલિક નવી તારીખ જાહેર કરે એવી માંગ કરી રહ્યા છે.

    નર્મદા જિલ્લા એકાઉન્ટ એન્ડ ટેક્સ કન્સલ્ટન એસોસિયેશન ના પ્રમુખ એડવોકેટ સ્વામીશરણ પટેલે  જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિથી પરિવહન, વીજળી અને ઈન્ટરનેટ સેવા પર અસર પડી છે, જેના કારણે કાર્યમાં અડચણ આવી રહી છે. તે ઉપરાંત GST સુધારા 2.0 ના અમલથી દર અને પાલનમાં મોટા ફેરફારો થયા છે, જેના કારણે ઉદ્યોગોને નવી સિસ્ટમ પ્રમાણે એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે. પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ અને યુટિલિટી પ્રકાશનમાં વિલંબથી ફાઈલિંગ માટે મળતો સમય પણ ઘટી ગયો છે.
સ્વામી શરણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટથી નવેમ્બર સુધીના સમયગાળામાં અનેક તહેવારો હોવાથી એકાઉન્ટન્ટ, ઓડિટર અને ટેક્સ કન્સલ્ટન્ટ વગેરેની ઉપલબ્ધતા ઓછી રહેતી હોય છે. ફોર્મ 26 AS, AIS અને TISમાં મતભેદ તથા અપડેટમાં વિલંબથી પણ યોગ્ય ફાઈલિંગ મુશ્કેલ બને છે. ઉપરાંત ITR અને ઓડિટ રિપોર્ટ અપલોડ દરમિયાન સિસ્ટમ એરર જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ સમયમર્યાદા ચાર થી પાંચ મહિના સુધી વધારવી જોઈએ સમયમર્યાદા વધારવાથી વેપાર-ઉદ્યોગ અને વ્યાવસાયિકોને જરૂરી સમય મળશે અને અમલીકરણની પ્રક્રિયા વધુ સરળ બનશે

(11:26 PM IST)