News of Monday, 15th September 2025
તિલકવાડાના પુછપુરા ગામમાં રાત્રે સુઇ ગયેલ મહિલા સવારે ઉઠ્યા જ નહી, વડોદરા SSGમાં મૃત જાહેર કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામમાં સૂઈ ગયેલી મહિલા સવારે નહી ઉઠતા તેમને હોસ્પિટલ લઈ ગયા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર સંજયભાઈ જશુભાઈ ભીલ (ઉં.વ.૪૨ ) ધંધો ખેતી (રહે.પુછપુરા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પત્ની મરનાર ચંપાબેનનાઓને મગજની બીમારી હોય અને બીમારીની દવા ચાલતી હોય તેઓ ગઈ તા-૧૨/૦૯/૨૦૨૫ ના રોજ પોતાના ઘરે માનસીક બીમારીની દવા પી લીધેલ અને ઉંધી ગયા બાદ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારે દશેક વાગ્યાની આસપાસ પણ જાગેલ ન હોય જેથી તેમને ૧૦૮ મારફતે તિલકવાડા સરકારી દવાખાના બાદ એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા ખાતે સારવાર અર્થે દાખલ કરતા ત્યાં ફરજ પરના ડોક્ટર એ મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
