<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ખેડા સાયબર ક્રાઈમે 13.56 કરોડની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો: 5 આરોપીઓને ઝડપી લીધા

આરોપીઓએ અલગ-અલગ રાજ્યોના લોકો સાથે સાયબર ફ્રોડ કરીને કુલ રૂપિયા 13,56,04,893ની રકમ એકત્ર કરી:મહેમદાવાદની એક બેંકમાં બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવીને ગુનાહિત નાણાં ટ્રાન્સફર કરતી

ખેડા સાયબર ક્રાઈમ પોલીસે રૂપિયા 13 કરોડ 56 લાખથી વધુના સાયબર ફ્રોડના કેસનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ બેંક એકાઉન્ટ ભાડે આપીને દેશભરમાં સાયબર ફ્રોડ કરતી હતી. આરોપીઓએ અલગ-અલગ રાજ્યોના લોકો સાથે સાયબર ફ્રોડ કરીને કુલ રૂપિયા 13,56,04,893ની રકમ એકત્ર કરી હતી. આ ગેંગ મહેમદાવાદની એક બેંકમાં બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવીને ગુનાહિત નાણાં ટ્રાન્સફર કરતી હતી.

આરોપીઓએ છેતરપિંડીના ઈરાદે ખોટી UDYAM રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ઉપયોગ કરીને આ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ગેંગના સભ્યો બેંક એકાઉન્ટ ખોલાવીને તેનો એક્સેસ અન્ય લોકો સાથે શેર કરીને કમિશન મેળવતા હતા. ખેડા પોલીસે મહેમદાવાદ અને સુરતના પાંચ આરોપીઓને ઝડપી પાડીને, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, નડિયાદ દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે

 


 

(11:32 PM IST)