તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર: 10 ઓક્ટોબરે મતદાન : 11 ઓકટોબરે મત ગણતરી
22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થશે: 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે: 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે: 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે

અમદાવાદ : એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ.ની નાના પાટે શરૂઆત કરવામાં આવી હતી અને આજે એ એશિયાની સૌઠી મોટી ડેરી બની ગઇ છે. ડેરીના ચેરમેન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ સહકારી ક્ષેત્રે રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે. 16 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 11 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવનારી છે.
બનાસ ડેરીનો ચૂંટણી કાર્યક્રમ મુજબ 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર : ઉમેદવારી પત્રો ભરાશે,22 સપ્ટેમ્બર : ઉમેદવારી પત્રોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થશે,23 સપ્ટેમ્બર : ઉમેદવારી પત્રોની ચકાસણી થશે,24 સપ્ટેમ્બર : માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે,29 સપ્ટેમ્બર : ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે,30 સપ્ટેમ્બર : હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે, 10 ઓક્ટોબર : મતદાન યોજાશે, 11 ઓક્ટોબર : મતગણતરી અને પરિણામ જાહેર થશે.
બનાસ ડેરીના આધ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ખેડૂતો અને પશુપાલકોના સામાજિક તથા આર્થિક સ્તર ઉંચુ લાવવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. 1966માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને દૂધ મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરૂ કર્યું હતું.
31 જાન્યુઆરી, 1969 ના રોજ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. નું સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું, જેને આજે આપણે "બનાસ ડેરી" તરીકે ઓળખીએ છીએ.
14 જાન્યુઆરી, 1971ના રોજ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ના સહયોગથી બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણા નજીક 122 એકર જમીનમાં કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં 1.5 લાખ લીટર પ્રતિદિન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ 7 મે, 1971ના રોજ કાર્યરત થયો હતો. ત્યારબાદ પ્લાન્ટની ક્ષમતા વધારીને 4 લાખ લીટર પ્રતિદિન કરવામાં આવી છે.
શરૂઆતમાં થોડા ગામડાંની દૂધ મંડળીઓ સાથે શરૂ થયેલી આ ડેરી આજે એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બની છે.
આજે બનાસ ડેરી પાસે એશિયાની સૌથી અદ્યતન અને સ્વયંસંચાલિત ડેરી સુવિધાઓ છે.બનાસ-૧ : 6 LLPD (લાખ લીટર પ્રતિદિન)બનાસ-૨ : 33 LLPD બનાસ-૩ : 17 LLPD 3 શીતકેન્દ્રો : ખીમાણા, થરાદ, રાધનપુર.કુલ દૈનિક દૂધ પ્રક્રિયા ક્ષમતા : 56 લાખ લીટર ,120 એમટીપીડી માખણ ક્ષમતા,70 KLPD આઈસ્ક્રીમ પ્લાન્ટ,50 એમટી ઘી ઉત્પાદન,5.5 LLPD UHT દૂધ,30 એમટી ચીઝ, 20 એમટી પ્રોસેસ્ડ પનીર, 1.5 LLPD છાશ અને 255 એમટી દૂધ પાઉડર,સંપૂર્ણપણે સ્ટેટ-ઓફ-આર્ટ DCS કન્ટ્રોલ સિસ્ટમ દ્વારા સંચાલિત
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
