<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રાજ્‍યના ૩૩ ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે ૧૨ લાખ ચૂકવવા નિર્ણય

BCIમા ૧૧ અને BCG ૧૪ થી વધુ વકીલોને વધારાની સહાય માટે કરાઈ ભલામણ

રાજકોટ, તા.૧૬: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં ૩૩ જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય અંતર્ગત મળેલી અરજીમાં ૧૨ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨ થી ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ મારફતે મળત્‍યુસહાય અને માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની માંદગીસહાય સમીતિના ચેરમેન દિલીપ કે. પટેલ અને સભ્‍યો  ભરત વી. ભગત,  શંકરસિંહ એસ. ગોહિલની હાજરીમા મીટીંગ મળી હતી. જેમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની માંદગીસહાય સમીતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોના ૩૩  જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય મેળવવા માટેની અરજીઓ મંજુર કરતા માંદગી સહાય પેટે કુલ રૂપિયા ૧૨ લાખ  ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ૧૧ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા અને ૧૪થી વધુ વકીલોને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફ્રી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે.(૬.૧૬)

(3:59 PM IST)