<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

કર્મ અને ધર્મની યાત્રા એટલે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રા: ધારાસભ્ય હાર્દિક પટેલ

વિરમગામ તાલુકાના રંગપુર, ચંદ્રનગર, વિરમગામ શહેર, કાજીપુરા અને થોરી ગામે ધારાસભ્ય સહિતનાએ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું

રાજકોટ તા.૧૬

બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું આજે વિરમગામ તાલુકાના રંગપુર, ચંદ્રનગર, વિરમગામ શહેર, કાજીપુરા અને થોરી ગામે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતનાએ મોટી સંખ્યામાં  સ્વાગત કર્યું હતું. વિરમગામ શહેરની ઝાલાવાડી સોસાયટી ખાતે સરદાર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વર્ગ અને ધર્મના લોકોએ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ યાત્રાનો શ્રેષ્ઠ વિચાર લઈને નીકળેલા  ગોપાલભાઈ ચમારડીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

      કર્મ અને ધર્મની યાત્રા એટલે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રા છે. સર્વે સમાજના હૃદયમાં વસેલા સૌના સરદાર, જય સરદાર. તેમ ધારાસભ્ય હાર્દિક પટેલે અંતમાં જણાવ્યું હતું.

(5:07 PM IST)